અંબાણી-અદાણીના મીડિયા સંસ્થાઓના લાયસન્સ રદ્દ કરવા જેથી સ્વતંત્ર મીડિયાને સ્થાન મળી શકે
=> નવા ખેલાડીઓએ બદલી ગેમ; કોકરોચ પાર્ટીના 5 મેનિફેસ્ટોથી ઉથલપાથલ
=> ગોદી મીડિયાના એન્કરોના બેંક ખાતાની તપાસ કરાવાશે
=> શું હતો સમગ્ર વિવાદ અને CJIનું નિવેદન?
આ વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન સીએજી (CJI) સૂર્યકાંતે કથિત રીતે કહ્યું હતું કે, "કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ વ્યવસાયમાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. CJI ના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, વિવાદ વધતાં જસ્ટિસ સૂર્યકાંતે બીજા જ દિવસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે, તેમનો ઈશારો માત્ર 'નકલી ડિગ્રી ધારકો' તરફ હતો અને તેમનો ઈરાદો દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો. પરંતુ, આ વિરોધના પ્રતીક રૂપે શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' સોશિયલ મીડિયા પર એક મોટું જન-આંદોલન બની ગઈ હતી, જેના પર હવે કાનૂની કે ટેકનિકલ તવાઈ આવી છે.
=> ફાઉન્ડર અભિજિત દીપકે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજિત દીપકે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, "જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યા ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ બેન કરી દીધું. અમે માત્ર સરકાર પાસે જવાબદારી માંગી રહ્યા હતા, કોઈ ખોટી વસ્તુ લખી નહોતી. બદલામાં અમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવાયું. આ ક્યાંની લોકશાહી છે?" તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
મેનિફેસ્ટો જાહેર, 5 વચનો કોકરોચ જનતા પાર્ટીના 5 મોટા વચનો
=> જો CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટી સરકારમાં આવે તો નિવૃત્તિ પછી કોઈપણ CJIને રાજ્યસભામાં જવાનો પુરસ્કાર મળશે નહીં.
=> જો કોઈ માન્ય મત કાઢી નાખવામાં આવશે, ભલે તે રાજ્યમાં CJPની સરકાર હોય કે વિપક્ષની, ચૂંટણી પંચને UAPA હેઠળ ધરપકડ કરવામાં આવશે કારણ કે કોઈના મતદાનનો અધિકાર છીનવી લેવો એ આતંકવાદથી ઓછું નથી.
=> મહિલાઓ માટે 50% અનામત હશે, 33% નહીં. અને આ માટે સાંસદોની સંખ્યા પણ વધારવામાં આવશે નહીં. કેબિનેટમાં પણ મહિલાઓ માટે 50% અનામત હશે.
=> અંબાણી અને અદાણીના તમામ મીડિયા સંસ્થાનોના લાયસન્સ રદ કરવામાં આવશે, જેથી ખરેખર સ્વતંત્ર મીડિયાને સ્થાન મળી શકે. ગોદી મીડિયા એન્કરોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે.
=> જો કોઈ ધારાસભ્ય કે સાંસદ બીજી પાર્ટીમાં પક્ષપલટો કરે તો તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેને આગામી
20 વર્ષ સુધી કોઈપણ જાહેર પદ પર કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં.