Loading Please Wait !!!
ગુજરાતી હીરો મર્ડરનો આરોપી નીકળ્યો !

» સ્ક્રીન પર હીરો, રિયલ લાઈફમાં ખૂની: ચોંકાવનારો ખુલાસો
» આમિર ખાન, સની દેઓલ સાથે હેમંત મોદીએ કામ કર્યુ
» પેરોલ જંપ કરી મુંબઈ જઈને અભિનેતા બની ગયો

સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રૂપેરી પડદા પર નાના મોટા રોલ કરતો, નાટકોમાં અભિનય કરતો અને ફિલ્મી દુનિયામાં ઓળખ ઉભી કરનાર એક કલાકાર હકીકતમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ફરાર કેદી નીકળ્યો છે. વર્ષો સુધી મુંબઈની ફિલ્મી દુનિયામાં કરતો રહ્યો છતાં કોઈને તેની અસલી ઓળખનો અંદાજ પણ આવ્યો નહીં. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ ફિલ્મી ચહેરા પાછળ છુપાયેલા ગુનેગારની પોલ ખોલી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે ધી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હત્યાના ગુનામાં ફરાર આરોપી હેમંત નગીનદાસ મોદીની ધરપકડ કરી છે જેણે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિતની વિવિધ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ હકીકતમાં તે એક હત્યાનો આરોપી છે જેને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

પૂછપરછ કરતા જે સત્ય સામે આવ્યું તે જાણી ક્રાઇમ બ્રાંચ પણ ચોંકી ઉઠી હતી. મુંબઈની ફિલ્મી દુનિયામાં ૧૨ વર્ષ સુધી એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો જૂની નીકળ્યો. જેણે આમિર ખાન, સની દેઓલ, શિતુ કનોડિયા અને હિતેન કુમાર જેવા દિગ્ગજો જોડે કામ કર્યું છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આ કલાકારની ફિલ્મ ઉતારશે. હેમંત મોદી વર્ષો સુધી ફિલ્મી દુનિયામાં અભિનય કરતો રહ્યો છતાં પોલીસ પણ તેને ઓળખી શકી નહોતી. એક તરફ ફિલ્મોના સેટ પર કેમેરા સામે એક્ટિંગ કરતો હતો તો બીજી તરફ પોલીસ રેકોર્ડમાં તે આજીવન કેદનો ફરાર આરોપી તરીકે વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આરોપીની ફિલ્મી પ્રોફાઈલ જોઈને ચોંકી ઉઠ્યા હતા.