અયોધ્યામાં રણબીર કપૂરે 3.31 કરોડી જમીન ખરીદી
=> `રામ' બનતા પહેલા અયોધ્યામાં રોકાણ
સિટી ન્યૂઝ@અયોધ્યા :
એક્ટર રણબીર કપૂરે અયોધ્યાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ધ સરયૂમાં જમીન ખરીદી છે. આ પ્રોજેક્ટ ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાનો પ્રીમિયમ પ્લોટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે.
ન્યૂઝ એજન્સી ANIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે કંપનીની સત્તાવાર જાહેરાત અનુસાર, આ ડીલ 3.31 કરોડ રૂપિયામાં થઈ છે. ખરીદવામાં આવેલી જમીનનું કુલ ક્ષેત્રફળ 2,134 વર્ગ ફીટ છે.
અમિતાભ બચ્ચન પછી 'ધ સરયૂ'માં રોકાણ કરનાર રણબીર કપૂર બીજા મોટા એક્ટર બન્યા છે. ધ સરયૂ 75 એકરમાં ફેલાયેલો પ્રોજેક્ટ છે, જે સરયૂ નદીના કિનારે આવેલો છે. આ પ્રોજેક્ટમાં ગ્રાન્ડ ક્લબ હાઉસ, 35થી વધુ લાઇફસ્ટાઇલ સુવિધાઓ અને ધ લીલા હોટેલ્સનો પાંચ એકરમાં બનનારો શુદ્ધ શાકાહારી લક્ઝરી હોટેલ સામેલ છે. રણબીરે નિવેદનમાં કહ્યું કે તેને લાગે છે કે અયોધ્યાએ તેને પસંદ કર્યો છે. તેણે કહ્યું કે અયોધ્યા ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ છે અને ધ સરયૂમાં આ જમીન તેના પરિવારની વારસાનો ભાગ બનશે.