મોદી UAEમાં : ભારત-UAE ભાગીદારી મજબુત
=> શિપ રિપેરથી LPG સુધી ભારત-UAE વચ્ચે મેગા ડીલ ફાઈનલ
=> મોદી હોર્મુઝ ખોલવા પર ભાર મૂક્યો
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
PM નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુ ધાબી પહોંચ્યા બાદ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અહેવાલો અનુસાર, UAE વાયુસેનાના F-16 ફાઇટર જેટ્સે PMના વિમાનને એસ્કોર્ટ કર્યું.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશો વચ્ચે LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.UAEએ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ ઊર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી.
અબુ ધાબીમાં, વડાપ્રધાન મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા સુરક્ષા અને પિપલ ટુ પિપલના સંબંધો સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રો પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટેના માળખા, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારના પુરવઠા, અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 બિલિયન ડોલરના રોકાણ અંગે સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા.ગુજરાતના દ્વારકા જિલ્લાના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.