Loading Please Wait !!!
કાન ફેસ્ટિવલમાં યૂલિયા વંતૂરનો `સિન્ડ્રેલા' સ્ટાઈલ હિટ

=> સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડના જાદુ

સિટી ન્યૂઝ@મુંબઇ :  ફ્રાન્સના કાન શહેરમાં ફિલ્મની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત 'કાન ફિલ્મ ફેસ્ટિવલ' ચાલી રહ્યો છે. વિશ્વભરની ફિલ્મોનાં સ્ક્રીનિંગ માટેનું સ્વર્ગ ગણાતો આ ફેસ્ટિવલ તેના રેડ કાર્પેટ માટે પણ જાણીતો છે. 79માં કાન ફેસ્ટિવલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય ફિલ્મો અને સેલિબ્રિટીઝ કાનમાં પહોંચી રહ્યા છે. આલિયા ભટ્ટ અને ઉર્વશી રૌતેલાના સુંદર લુકે ચાહકોને ઘેલું લગાડ્યું છે. તેવામાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ આ ફેસ્ટિવલનો ભાગ બની છે. રોમાનિયન એક્ટ્રેસ અને સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ખાસ વાદળી રંગ પર પસંદગી ઢોળી હતી. યૂલિયાએ સ્વીટહાર્ટ નેકલાઇનવાળું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું. આ ટેક્સ્ચર્ડ ગાઉન બે ભાગમાં વહેંચાયેલું હતું, એક ફિટેડ બોડીકોન ગાઉન અને તેની ઉપર એક મોટું વોલ્યુમિનસ ટ્રેન જોડાયેલું હતું. યૂલિયાએ આ ડ્રેસને સુંદર ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ સાથે પેર કર્યો હતો. તેણે વાદળી રંગના ડાયમંડવાળો સિલ્વર નેકલેસ અને તેના મેચિંગ ઇયરિંગ્સ પહેરી હતી.