Loading Please Wait !!!
`ધક ધક ગર્લ' બર્થ-ડે : માધૂરીનો 59 વર્ષે પણ ગ્લેમર યથાવત

સિટી ન્યૂઝ@મુંબઇ

59 વર્ષના થઈ ચૂકેલી માધુરી દીક્ષિત માત્ર પોતાની ફિલ્મો અને ડાન્સ માટે જ નહીં, પરંતુ કરિયર સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓને કારણે પણ ચર્ચામાં રહી છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે કરિયરના શરૂઆતના તબક્કે સુભાષ ઘઈએ તેને ફિલ્મ 'કર્મા'માં નાનો રોલ આપ્યો હતો, પરંતુ પાછળથી એમ કહીને તેનો સીન હટાવી દીધો કે આટલી ટેલેન્ટેડ છોકરીને નાનો રોલ આપવો યોગ્ય નથી. આગળ જતાં તેણે માધુરીને પોતાની ફિલ્મોમાં મોટા રોલ આપ્યો. બીજી તરફ ફિલ્મ 'ખલનાયક' દરમિયાન તેની પાસે નો પ્રેગ્નન્સી ક્લોઝ પણ સાઈન કરાવવામાં આવ્યો હતો, જેથી શૂટિંગ પ્રભાવિત ન થાય. બીજી તરફ 'હમ આપકે હૈ કૌન..!' માટે માધુરીને સલમાન ખાન કરતા વધુ ફી મળી હતી.