3 વર્ષની બાળકી 13 કલાક મોબાઈલ જોતી, ‘પાગલ’ થઈ ગઈ
=> મોબાઈલ બન્યો ખતરો : સ્માર્ટફોન એડિકશનનો ખતરો, નાનકડા બાળકોમાં વધતી સમસ્યા
=> માતા-પિતાએ ફોન લઈ લેતા બાળકીએ દીવાલો સાથે વાતો શરૂ કરી
=> ફોન છીનવતા જ મારપીટ પર ઉતરી આવતી
=> મોબાઈલ બન્યો માથાનો દુખાવો: ૧-૨ વર્ષના બાળકો પણ વ્યસની
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
મોબાઈલ આધુનિક યુગમાં કોમ્યુનિકેશન માટે ક્રાંતિકારી ડિવાઈસ સાબિત થયું છે પણ આ સુવિધાની મોટી દુવિધા એ બની છે કે એ વ્યસન બની જતા અનેક સામાજિક, માનસિક સમસ્યાઓ પેદા થઈ છે. હદ ત્યાં થઈ છે કે એક-બે વર્ષનું બાળક પણ તેનું વ્યસની બનવા લાગ્યું છે. હાલમાં જ યુપીના હમીરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ૩ વર્ષની બાળકી મોબાઈલની લતનો શિકાર બની ગઈ હતી. તેના માતા પિતાના જણાવ્યા મુજબ બાળકી લગભગ ૧૩ કલાક સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી અને તેની પાસેથી મોબાઈલ છીનવી લેવામાં આવે તો તે મારપીટ પર ઉતરી આવતી હતી. તેના પિતાના ગત રાત્રે ફોનનો ઉપયોગ કર્યા બાદ તેનો વ્યવહાર બદલી ગયો છે. તે દીવાલો સાથે વાતો કરવા લાગી છે, મતલબ માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
આવો એક જ મામલો નથી, આજકાલ બાળકોમાં સ્માર્ટ ફોન એડિકશન (લત)ના અનેક કેસ બહાર આવી રહ્યા છે, જેના કારણે બાળકોમાં સફળતા, નીંદરની સમસ્યા અને શીખવા-સમજવાની કમી જેવી અનેક સમસ્યાઓ પેદા થઈ છે. બાળકો માટે કેટલો સ્ક્રીન (મોબાઈલ-ટીવી) ટાઈમ હોવો જોઈએ? અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે કેટલીક જરૂરી ગાઇડ લાઇન્સ આપી છે. જે મુજબ અલગ-અલગ વયના બાળકો માટે સ્ક્રીન ટાઈમ સીમા નક્કી કરાઈ છે. ૨ વર્ષથી ઓછા બાળકો સ્ક્રીન ટાઈમ બિલકુલ નહિ, જ્યારે ૨ થી ૧૨ વર્ષના બાળકો માટે દરરોજ ૧ કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ. માતા-પિતાએ પણ બાળકોને આઉટડોર ગેમ્સ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. વધારે પડતા સ્ક્રીન ટાઈમથી નીંદરની સમસ્યા પેદા થાય છે. હિંસક વ્યવહાર બાળક કરતું હોય છે. ભાષા, સામાજિક કુશળતા શીખવામાં પરેશાની થાય છે. ઓટીઝમનો પણ ખતરો રહે છે. માતા-પિતા- વાલીએ બાળકો માટે મોબાઈલના ઉપયોગ માટે સખત નિયમો બનાવી તેનું પાલન કરાવવું જોઈએ.