ટ્રમ્પે કહ્યું ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ સીલ
=> ટ્રમ્પ ચીનમાં વિશ્વનું ધ્યાન કેન્દ્રિત
=> ચીન સાથે હાથ મિલાવ્યો: ટ્રમ્પે ગેમ બદલી ?
સિટી ન્યૂઝ@ચીન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે તેમની ત્રણ દિવસની ચીન મુલાકાત પૂર્ણ કરીને પરત ફર્યા. પ્રવાસના છેલ્લા દિવસે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે છેલ્લી મુલાકાત કરી. આ મુલાકાત બેઇજિંગના ઝોંગનાનહાઈ પરિસરમાં થઈ, જે ચીનના ટોચના નેતૃત્વ માટે સૌથી સુરક્ષિત અને ગુપ્ત સત્તા કેન્દ્ર માનવામાં આવે છે.બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું કે ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ છે. તેમણે કહ્યું કે આ કરારોથી અમેરિકા અને ચીન બંનેને ફાયદો થશે. ટ્રમ્પે કહ્યું, અમે કેટલાક શાનદાર કરારો કર્યા છે, જે બંને દેશો માટે સારા છે. જોકે તેમણે આ કરારોની વધુ માહિતી શેર કરી નથી.અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વેપાર, ટેકનોલોજી અને સુરક્ષાને લઈને તણાવ ચાલી રહ્યો છે. જોકે, બંને દેશો સંબંધો સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.ચીનથી રવાના થતા સમયે ટ્રમ્પને બેઇજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યી તેમને એરપોર્ટ પર મુકવા ગયા હતા.ચીનની મુલાકાત પૂર્ણ થયા પછી, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને બેઇજિંગ એરપોર્ટ પર ખાસ વિદાય આપવામાં આવી. સ્કૂલના બાળકોએ એરફોર્સ વન પાસે અમેરિકન અને ચીની ધ્વજ લહેરાવ્યા હતા.ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ટ્રમ્પને વિદાય આપવા એરપોર્ટ પર પહોંચ્યા. વિમાનમાં સીડી ચઢતા ટ્રમ્પે ફરીને હાથ હલાવીને ગુડબાય કર્યુ હતું. ટ્રમ્પે કહ્યું છે કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુનાઇટેડ સ્ટેટ્સને "ડુબી રહેલો દેશ" કહ્યું હતું, ત્યારે તેઓ ટ્રમ્પનો નહીં પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટનો ઉલ્લેખ કરી રહ્યા હતા.