Loading Please Wait !!!
શોર્ટ્સ અને સ્કર્ટ્સમાં આકર્ષક દેખાવા માટે પગની ફિટનેસ છે અનિવાર્ય

  • આસાન વર્કઆઉટ ટિપ્સથી મેળવો પરફેક્ટ ટોન લેગ્સ
  • એક્સરસાઇઝ અને સ્પા થેરપીથી પગને બનાવો સુંદર
  • પ્રોપર ડાયેટ અને વર્કઆઉટથી લુક બને બેજોડ

સિટી ન્યુઝ @ મુંબઈ

ચોમાસામાં યુવતીઓ શોર્ટ ડ્રેસ, સ્કર્ટ્સ, કેપ્રી અને શોર્ટ્સ પહેરવાનું વધારે પસંદ કરે છે જેથી સગવડ સચવાય અને આકર્ષક નવો લુક મળે. આ પ્રકારના ડ્રેસમાં પગનો ભાગ ખુલ્લો રહેતો હોવાથી પગના સૌદર્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ફિટનેસ એક્સપર્ટના મતે પગને આકર્ષક લુક આપવા ઇન્ટરવલ કાર્ડિયો, સ્ક્વાટ્સ, લેગ એક્સટેન્શન અને કિક બોક્સિંગ જેવી એક્સરસાઇઝ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત સુગઠિત પીંડી મેળવવા માટે ઘરે અથવા ઓફિસમાં ફાજલ સમયમાં પગના અંગૂઠા પર ધીમેધીમે ઊભા થવાની કસરત ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પગને સુંદર અને સુદ્રઢ બનાવવા માટે યોગ્ય વર્કઆઉટની સાથે સંતુલિત ખોરાક પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પુષ્કળ પાણી પીવાની સાથે આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને અલ્પ પ્રમાણમાં ચરબીનું સેવન કરવું જરૂરી છે. ફિટનેસ મેળવ્યા બાદ પગની યોગ્ય માવજત કરવાથી સુંદરતામાં વધારો થાય છે. સ્પાના માલિકના જણાવ્યા મુજબ નિયમિત રીતે ચામડીના મૃત કોષો દૂર કરી મોશ્ચરાઇઝેશન કરવું, મહિનામાં એકવાર ફૂટ પેઇન રિલીફ થેરપી લેવી અને વેક્સિંગ કે બોડી પોલિશિંગ દ્વારા ત્વચાને સિલ્કી અને શાઇની લુક આપી શકાય છે.

આ તમામ કાળજી રાખવા સાથે રોજ નહાતી વખતે લુફા કે બોડી બ્રશથી સ્ક્રબિંગ કરવાથી ત્વચાની ગુણવત્તામાં પણ ઘણો સુધારો થાય છે. જો પગ પાછળ સખત મહેનત કરવામાં આવી હોય પરંતુ વાળ દૂર કરવા કે સ્કીન કેર જેવી સામાન્ય કાળજી ન રાખવામાં આવે તો બધી મહેનત પર પાણી ફરી વળે છે. તેથી આકર્ષક અને સુંદર પગ મેળવવા માટે ફિટનેસ અને માવજત બંનેનું યોગ્ય સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે.

ચોમાસામાં પગની સુંદરતાની કાળજી

ચોમાસામાં શોર્ટ ડ્રેસ પહેરતી વખતે પગને આકર્ષક અને ટોનડ રાખવા માટે ઇન્ટરવલ કાર્ડિયો, સ્ટ્રેચિંગ અને હેવી વર્કઆઉટ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત સ્પા થેરપી દ્વારા રુધિરનું પરિભ્રમણ વધારીને સ્નાયુઓને આરામ આપી શકાય છે, જ્યારે યોગ્ય મોશ્ચરાઇઝેશન અને સ્ક્રબિંગથી ત્વચાને ચમકદાર બનાવીને સુંદરતામાં વધારો કરી શકાય છે.