Loading Please Wait !!!
રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ ગેરકાયદેસર હવે બંધ થશે

અંતે DEO એક્શન મોડમાં : કડક કાર્યવાહીના આદેશ

પેડક રોડ પર 2 વર્ષથી સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી શાળા સામે DEO ની કડક કાર્યવાહી રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં શિક્ષણના ધાટડા શરૂ થયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના છેલ્લા બે વર્ષથી ધમધમતી હોવાનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્થળમાં આવેલી તપાસ સમિતિના અહેવાલમાં સામે આવ્યું છે. DEO તો પોતાનો રિપોર્ટ આવતીકાલે જાહેર કરવાના છે પરંતુ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ આ સ્કૂલનો મંજૂરી વિના સ્થળ ફેરફાર કરાયો હોવાનું સાબિત થઈ ચૂક્યું છે અને તેથી હવે આ સ્કૂલને બંધ કરવા માટેની નોટિસની સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી અહીં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓને મંજૂરી વાળા બિલ્ડીંગમાં શિફ્ટ કરવા પડશે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા અંગ્રેજી માધ્યમની સ્કૂલ છેલ્લા બે વર્ષથી સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી હતી. જે તપાસ સમિતિની તપાસમાં બહાર આવ્યું છે. જેથી હવે આ સ્કૂલ બંધ કરવા માટેની RTE ના નિયમ ૧૪ મુજબ નોટિસ આપવામાં આવશે. જે બાદ રૂ.૧ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે અહીં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓને ફરી જૂની શાળાના બિલ્ડીંગ ખાતે શિફ્ટ કરવી પડશે. જે નવા બિલ્ડીંગથી અડધો કિલોમીટર જેટલું દૂર છે.

સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા અને પ્રીમિયર સ્કૂલ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના અન્ય જગ્યાએ ધમધમતી હોવાની રજૂઆત કરી હતી. જેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. જે તપાસ સમિતિ દ્વારા રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી અને નિવેદનો લેવામાં આવ્યા હતા. જે બાદ મીડિયાના માધ્યમથી સ્કૂલની માન્યતા રદ માટે ૨૬ કરવી તે પ્રકારની નોટિસ આપી દેવામાં આવી છે. જિલ્લા

શિક્ષણ અધિકારી દ્વારા આમાં દંડ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની રાજકોટમાં ૧૫ થી ૨૦ જેટલી સ્કૂલો છે જે બાબતે અપનાવતા દિવસોમાં અમે ખુલાસા કરશું. અમારી રજૂઆત એ છે કે વિદ્યાર્થીઓ મોંઘીદાટ ફી ભરીને શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે તેમને સારી સુવિધા અને સુરક્ષા મળે તે પ્રાથમિકતા હોવી જોઈએ. સરકારના નિયમોનું પાલન થાય તે જ અમારી પ્રાથમિકતા છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં અગાઉ શાળાનું કારખાનું હતું અને ત્યારબાદ રોડ ઊભો કરી અને છેલ્લે બે વર્ષથી સ્કૂલ ચાલી રહી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ન્યૂ ફ્લોરા સ્કૂલ દ્વારા મંજૂરી વિના સ્થળ ફેરફાર કર્યો હોવાની રજૂઆત મળ્યા બાદ તપાસ કમિટી રચવામાં આવી હતી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા પોતાનો તપાસ અહેવાલ આપી દેવામાં આવ્યો છે. જોકે આ સ્કૂલ સામે કથા પ્રકારની કાર્યવાહી કરવી તેનો નિર્ણય એક બે દિવસમાં લેવામાં આવશે.

ન્યૂ ફ્લોરા સ્કૂલમાં આ પ્રકારના નિયમો અંતર્ગત કાર્યવાહી થશે

ગુજરાત RTE નિયમો, ૨૦૧૨ નો નિયમ ૧૪ (Withdrawal of Recognition): જો શાળાએ માન્યતાની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય (જેમ કે મંજૂરી વગર સ્થળ બદલવું, મંજૂર ઇમારત સિવાય અન્ય જગ્યાએ શાળા ચલાવવી) તો સક્ષમ અધિકારી દ્વારા સૌ પ્રથમ શો-કોઝ નોટિસ આપવામાં આવે, જે બાદ તપાસ કરાવવામાં આવે અને અંતે માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.