Loading Please Wait !!!
રાજકોટમાં રોગચાળો ‘ચારેકોર’ : 2058 કેસ...

 
  • આરોગ્યનું એલર્ટ : ઘરોમાં ફોગીંગ કરતું મહાપાલિકા
  • પાણીજન્ય રોગચાળો અટકાવવા 2641 ક્લોરિન ટેસ્ટ કરાયા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ચોમાસાના પ્રારંભે સતત ભેજયુક્ત વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે અને વિવિધ રોગચાળાના ૨૦૫૮ કેસ મળ્યા છે, હાલ ઋતુજન્ય, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ વિકલી એપિડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં શરદી ઉધરસના ૮૭૮ કેસ, તાવના ૮૩૯ કેસ, ઝાડા ઉલ્ટી ના ૩૩૮ કેસ તેમજ ટાઈફોઈડના ૩ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે. જો કે જાનગી તબીબોના મતે જાહેર કરાયા તેનાથી અનેક ગણા વધુ કેસ છે.

વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે પોરાનાશક કામગીરી હેઠળ ૩૩,૩૮૧ ધરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૮૬ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠી થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા હતા.

ડેન્ગ્યુ રોગ અટકાયતના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી રીતે જવાબદાર ગણી બાયલોગ્સ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય

  • મચ્છર ઉત્પન્ન કરતા 233 રહેણાંક, 251 કોમર્શિયલ સ્થળોને નોટિસ ફટકારવામાં આવી
  • શરદી-ઉધરસના 878 કેસ, તાવના 839 કેસ, ઝાડા-ઉલ્ટીના 338 અને ટાઈફોઈડના 3 કેસ નોંધાયા

૬૮૪ પ્રીમાઈસીસ જેમાં બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી હતી અને મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૩૩ અને કોર્શિયલમાં ૨૫૧ સહિત કુલ ૪૮૨ને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે ૨૬૪૧ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.