દેશના ભાવિ યુવાનો ઉપર FIR
દિલ્હીમાં સંસદ કૂચમાં જોડાનાર 70 યુવાનોની અટકાયત 4 FIR નોંધાઈ
કંઈ ફરિયાદ થઈ
-
સંસદ સત્ર દરમિયાન નવી દિલ્હીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવવા
-
કથિત હિંસાનું ષડયંત્ર રચવાના આરોપમાં FIR
-
બે FIR સરકારી ફાર્યોમાં વિઘ્ન નાખવા, પોલીસ સાથે મારપીટ કરવા સરકારી સંપત્તિઓને નૂકસાન બદલ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કઝ્રું (કલમ ૧૬૩)નો ભંગ કરી સંસદ તરફ આગળ વધવા પર જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને રોક્યા તો ત્યારબાદ હિંસા, પથ્થરબાજી અને બસોમાં તોડફોડની ઘટનાઓ ઘટી. પોલીસેણથ્થી વધુ લોકોને અટકમાં લીધા છે. હવે દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓ પર આરોપ થઈ રહી છે તો પ્રદર્શનકારીઓ પણ તેનો જવાબ આપી રહ્યા છે. દિલ્હી પોલીસના આરોપો અને પ્રત्याરોપો વચ્ચે પ્રદર્શનકારીઓના જવાબ જાણો. આ ઉપરાંત દિલ્હી પોલીસે હવે આ મામલે એક્શન પણ લેવા માંડ્યા છે. ૩ પોલીસ મથકોમાં એફઆઈઆર દાખલ થઈ છે તેની નોંધ પણ જાણો.
પ્રદર્શનકારીઓ સાથે દલીલો અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ગીતાંજલી નામની ૧૨ વર્ષની છોકરી મારપીટ, વાળ ખેંચ્યા અને માથા પર ઈજા થવા તથા આ સાથે જ લગભગ ૪૦ થી ૫૦ અન્ય લોકોના માથા ફૂટ્યા હોવાના દાવો વાળી પોસ્ટ દ્વારા ખોટી જાણકારી ફેલાવવામાં આવી છે. આ જાણકારી ખોટી છે. પોસ્ટમાં કરાયેલા દાવા સાચા નથી. નીટ પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓના જીવ ગયા તેમના પરિવારને ૧ કરોડ રૂપિયાનું વળતર મળે. સોનમ વાંગચૂકને હોસ્પિટલમાંથી રિલીઝ કરવામાં આવે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમના દ્વારા કોઈ હિંસા કરાઈ નથી ઉલટું પોલીસ તેમના પર હિંસાનો આરોપ લગાવે છે. જ્યારે દિલ્હી પોલીસે સીજેપી પ્રદર્શનકારીઓને લઈને કર્નોટ પ્લેસમાં FIR દાખલ કરી છે.
CJPની સંસદ ચલો માર્ચ દરમિયાન થયેલી ભારે હિંસા બાદ દિલ્હી પોલીસને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે દિલ્હીના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન કનોટ પ્લેસ, કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન અને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ઉપદ્રવીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.
મુંબઈમાં CJPના સપોર્ટમાં શિવાજી પાર્કમાં પ્રદર્શન કરનારા સામે FIR
કંઈ ફરિયાદ થઈ
-
અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગી લીધા વિના જાહેર સભાનું આયોજન કરવા બદલ FIR
-
પ્રદર્શનના કારણે વિદ્યાર્થીઓ અને સમર્થકોના જૂથો રસ્તાઓ પર આવી જતા મોટાપાચે ટ્રાફિકજામ થયો હતો જેમાં કલાકો સુધી વાહનોની અવર-જવર ખોરવાઈ હતી
સિટી ન્યૂઝ@મુંબઈ
પોલીસ કયા સંજોગોમાં ભીડ એકઠી થઈ હતી અને જાહેર સભાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તેની તપાસ કરી રહી છે. ત્રીજો કેસ મુખ્ય કાર્યક્રમ સમાપ્ત થયા પછી પણ ચાલુ રહેલા પ્રદર્શન સાથે સંબંધિત છે.
મુંબઈ પોલીસે દાદરના શિવાજી પાર્ક ખાતે થયેલા વિરોધ પ્રદર્શન ના સંદર્ભમાં ત્રણ અલગ અલગ કેસ નોંધ્યા છે. સોનમ વાંગચૂકને નવી દિલ્હીના જંતર-મંતરથી હોસ્પિટલ લઈ જવા સાથે સંબંધિત હતો. પોલીસ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે પહેલો કેસ અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગી લીધા વિના જાહેર સભાનું આયોજન કરવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો. બીજો કેસ સમર્થકો અને જનતાના વિરોધ સ્થળ પર ભેગા થવાની અપીલ સાથે સંબંધિત છે, જોકે આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી ન હતી. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ શિવસેના (ઉત્તર પ્રદેશ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું.
પોલીસ કયા સંજોગોમાં ભીડ એકઠી થઈ હતી અને જાહેર સભાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તેની તપાસ કરી રહી છે. ત્રીજો કેસ મુખ્ય કાર્યક્રમ સમાપ્ત થયા પછી પણ દાદર વિસ્તારમાં અનેક સ્થળોએ ચાલુ રહેલા પ્રદર્શનો સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ અને સમર્થકોના જૂથો રસ્તાઓ પર રહા, જેના કારણે મોટા પાચે ટ્રાફિક જામ થવો અને શિવાજી પાર્ક અને આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય કેસમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે, અને તપાસ ચાલી રહી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈપણ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. દરમિયાન, ભાજપના પ્રવક્તા નવનાથ બાણે કહ્યું હતું કે શિવસેના સેતા સંઘીય રાહુલના યુવાનોને ઉશ્કેરવા અને અશાંતિ ફેલાવવાના પ્રયાસો ફારેશ સફળ થશે નહીં. સોમવારે ભાજપના રાજ્ય મુખ્યાલયમાં બાણે ભાષણ આપતા કહ્યું હતું કે દેશભરના દેશભક્ત યુવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મજબૂત રીતે ઉભા છે.