મંચુરિયનમાંથી ઉંદર નીકળ્યાનો આક્ષેપ
- સુરતમાં ચાઈનીઝ ખાનાર સાવધાન
- સુરત મહાપાલિકાએ સોશિયલ મીડિયામાં વીડિયો જોઈ કાર્યવાહી કરી
સિટી ન્યૂઝ@સુરત
સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી જય હનુમાન ચાઈનીઝ રેન્ટ્સમાં પીરસાયેલા મંચુરિયનમાં ઉંદર જોવા મળ્યાનો ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રાહકના દાવા મુજબ મંચુરિયનની ડિશમાં ઉંદર દેખાતા તેમણે ખોરાક આરોગ્યો નહોતો અને સમયસર સાવચેતી રાખી હતી. ત્યારબાદ સમય ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકો દ્વારા ફૂડ સેફ્ટી વિભાગ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
પ્રાથમિક તપાસ બાદ સુરત મહાનગરપાલિકાએ ચાઈનીઝ રોન્ટ્સને સીલ કરી સંચાલકને રૂ. ૧,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. સાથે જ ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વિગતવાર તપાસ શરૂ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ અહેવાલના આધારે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં પણ જાધપથમાંથી જીવાત નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો, જેના કારણે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સુસતની હાલની ઘટનાની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે અને ગ્રાહકના આક્ષેપોની પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ થશે.