ઈન્ટરનેટ સર્ચથી દર પાંચમો યુવાન બીમારીનો શિકાર બની રહ્યો છે
- અભ્યાસમાં ખુલાસો : શરદી, ખાંસી, મેલેરિયા નહીં 18% યુવાનોને થયો ‘સાયબરકોન્ડ્રિયા’
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
માથું દુખે નહીં કે આપણે અવારનવાર ગૂગલ અથવા AI પર સર્ચ કરવા લાગીએ છીએ- 'માથાના દુખાવાના કારણો'. કેટલાક લોકો આ વિશે વધુ પડતું સર્ચ કરવા અને ઊંડાણપૂર્વક વાંચવા લાગ્યા છે, જેનાથી તેમના મનમાં શંકા ઊભી થાય છે કે તેમને કોઈ મોટી બીમારી તો નથી થઈ ને? આ આદત સાયબરકોન્ડ્રિયા બની ચૂકી છે. નાગપુરની સરકારી મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના તબીબોએ અભ્યાસમાં જણાવ્યું કે 'સાયબરકોન્ડ્રિયા' દર પાંચમા યુવાનને જકડી ચૂક્યો છે. કોવિડ પછી આ સમસ્યા વધી છે. રિપોર્ટ અનુસાર ૫૩% લોકોને ઓનલાઈન સર્ચ કર્યા પછી ચિંતા, તણાવ અથવા આર્થિક નુકસાન થયું. ૬૦% લોકોને સર્ચ કર્યા પછી મળેલી માહિતીના આધારે ડૉક્ટરની સલાહ લીધી. ખબર પડે કે તેમને એ સમસ્યા હતી જ નહીં, જેલા માટે તેઓ હોસ્પિટલ આવ્યા હતા, અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે આનાથી ભ્રામક માહિતી ફેલાઈ રહી છે. યુવાનોમાં ચિંતા વધવા અને બિનજરૂરી તબીબી સારવાર લેવાના જોખમો વધી રહ્યા છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે નેટ પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવવી જોતું નથી, પરંતુ વધુ પડતું સર્ચ કરવું નુકસાનકારક હોઈ શકે છે. બીમારીઓ અથવા લક્ષણો વિશે માહિતી માટે ભરોસાપાત્ર વેબસાઈટ્સ જેવી કે સ્વાસ્થ્ય મંત્રાલય, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને મુખ્ય તબીબી સંસ્થાઓ પર જ વિશ્વાસ કરવો જોઈએ. દરેક નાની સમસ્યા પર ગૂગલ કે એઆઈને ડૉક્ટર ન બનાવો. ઇન્ટરનેટ મિત્ર હોઈ શકે છે, ડૉક્ટર નહીં.
-
દેશમાં 92% લોકો દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે
-
61% લોકો દરરોજ 4 કલાકથી વધુ સમય ઓનલાઈન રહે છે
-
70% લોકો રાત્રે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે
રિપોર્ટ અનુસાર : 53% લોકોને ઓનલાઈન કર્યા પછી ચિંતા, તણાવ અથવા આર્થિક નુકસાન થયું છે
આ કારણે વધી રહી છે સમસ્યા?
યુવાનો દરેક નાની સમસ્યા વિરો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. દેશમાં ૯૨ ટકા લોકો દરરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, ૬૧ ટકા લોકો દરરોજ ૪ કલાકથી વધુ સમય ઓનલાઈન રહે છે. ૭૦ ટકા રાત્રે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સમસ્યાના દરમિયાન બીમારીઓ વિશે વાંચવા માટે ઘણો સમય મળી રહે છે.
નાની ઉંમર, વધુ અસર
લગભગ ૧૮.૫% યુવાનોમાં સાયબરકોન્ડ્રિયા જોવા મળ્યો. ૭૦% યુવાનો ૧૮ થી ૩૦ વર્ષની વયના હતા, એટલે કે ઉંમર જેટલી નાની, અસર એટલી જ વધારે. જેઓ દરરોજ AIનો ઉપયોગ કરે છે, લાંબા સમયથી ઇન્ટરનેટ પર બીમારીઓ વિશે વાંચી રહ્યા છે અને પોતે અથવા કોઈ નજીકની વ્યક્તિ પહેલેથી જ કોઈ બીમારીથી પીડિત છે, તેમનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
સતત વ્યક્ત થઈ રહી છે ચિંતા
-
૨૦૨૪માં ઇન્ડિયન જર્નલ ઓફ સાઇકિયાટ્રીએ જણાવ્યું કે ૪.૪% કેસોમાં હાઇ-સિચિયર સાયબરકોન્ડ્રિયા જોવા મળી રહ્યો છે.
-
૨૦૨૫માં આવેલી રિપોર્ટ 'ભારતીય વયસ્કોમાં સાયબરકોન્ડ્રિયા' મુજબ સ્માર્ટફોનની લતના કારણે સાયબરકોન્ડ્રિયા વધી રહ્યો છે.
-
૨૦૨૫માં ઇન્ડિયન જર્નલ ઓફ સાઇકિયાટ્રીએ ફરી જણાવ્યું કે દેશમાં વયસ્કોની વસ્તીનો ૭.૬% હિસ્સો હાઇ થી મોડેરેટ સાયબરકોન્ડ્રિયાની ઝપેટમાં છે.
-
દક્ષિણ ભારતમાં આઈટી પ્રદેશોમાંથી ૫૫% અને ઉત્તર પ્રદેશમાં ૪૫% યુવાનોને બીમારીઓ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરીને ચિંતા કરનારા ગણાવ્યા છે.