Loading Please Wait !!!
વીમા ક્ષેત્રે GST ઘટાડાનો ‘માસ્ટર સ્ટ્રોક’: પ્રથમ વખત નવું પ્રીમિયમ ₹4 લાખ કરોડને પાર, LIC અને ખાનગી કંપનીઓની બખ્ખા

 

  • GST 18% થી ઘટી 0% થતા પોલિસી લેનારાઓમાં ઉછાળો; નાણાં વર્ષ 2026 માં 15.70% ની જોરદાર વૃદ્ધિ

  • લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા: LIC ની આવકમાં 14.90% અને ખાનગી કંપનીઓમાં 16.75% નો વધારો

  •  ખાનગી વીમા કંપનીઓનું પ્રીમિયમ ₹1.99 લાખ કરોડે પહોંચ્યું; નવા પ્રોડક્ટ્સ અને સરકારી રાહતોએ બદલ્યું ચિત્ર

    ભારત સરકારે વીમા પ્રોડક્ટ્સ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને ૧૮ ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કર્યો, તેની જાદુઈ અસર વીમા ઉદ્યોગ પર જોવા મળી છે. લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના તાજા ડેટા મુજબ, નાણાં વર્ષ ૨૦૨૬ માં જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ (NBP) મારફતની આવક ૧૫.૭૦ ટકાના વધારા સાથે ₹૪.૫૯ લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે.

    LIC અને ખાનગી કંપનીઓનું પ્રદર્શન વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની LIC એ ગત નાણાં વર્ષમાં ₹૨.૬૦ લાખ કરોડનું નવું પ્રીમિયમ મેળવ્યું છે, જે અગાઉના વર્ષે ₹૨.૨૭ લાખ કરોડ હતું. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓએ પણ શાનદાર દેખાવ કરતા ₹૧.૯૯ લાખ કરોડની આવક મેળવી છે. GST મુક્તિને કારણે પ્રીમિયમ સસ્તું થતા મધ્યમ વર્ગના પરિવારોમાં વીમા પ્રત્યે જાગૃતિ અને રસ વધ્યો છે.

    પોલિસી વેચાણમાં વૃદ્ધિના કારણો માત્ર પ્રીમિયમની આવક જ નહીં, પરંતુ વેચાયેલી પોલિસીની સંખ્યામાં પણ ૪.૭૦ ટકાનો વધારો થયો છે. કુલ ૨.૮૩ કરોડ નવી પોલિસીઓ ગ્રાહકોએ ખરીદી છે. નિષ્ણાતોના મતે, GST માં ઘટાડો, કંપનીઓ દ્વારા લોન્ચ કરાયેલા નવા પ્રોડક્ટ્સ અને અન્ય રોકાણ સાધનોમાં નીચા વ્યાજદરને કારણે ગ્રાહકોએ સુરક્ષિત વળતર માટે જીવન વીમાને પસંદ કર્યો છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે ભારતીય વીમા બજાર હવે પરિપક્વતા તરફ આગળ વધી રહ્યું છે.

    વિગત નાણાં વર્ષ ૨૦૨૫ નાણાં વર્ષ ૨૦૨૬ વૃદ્ધિ (%)
    કુલ નવું પ્રીમિયમ ₹૩.૯૭ લાખ કરોડ ₹૪.૫૯ લાખ કરોડ ૧૫.૭૦%
    LIC ની આવક ₹૨.૨૭ લાખ કરોડ ₹૨.૬૦ લાખ કરોડ ૧૪.૯૦%
    ખાનગી કંપનીઓની આવક ₹૧.૭૧ લાખ કરોડ ₹૧.૯૯ લાખ કરોડ ૧૬.૭૫%
    કુલ નવી પોલિસી ૨.૭૦ કરોડ ૨.૮૩ કરોડ ૪.૭૦%