યમનના રાષ્ટ્રપતિ ભવન પર હૂતીઓનો આકાશી પ્રહાર!
-
યમનના રાષ્ટ્રપતિ ભવન પર હૂતીઓનો મિસાઈલ હુમલો.
-
પાંચ બેલિસ્ટિક મિસાઈલો ઝીંકતા ચાર લોકોનાં મોત.
-
વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હાજર રહી બચ્યા.
સિટી ન્યુઝ @ અદન (યમન)
યમનના અદન શહેરમાં હૂતી બળવાખોરોએ રાષ્ટ્રપતિ ભવન પર ૫ બેલિસ્ટિક મિસાઇલો ઝીંકીને ઘાતક હુમલો કર્યો છે. હુમલા સમયે વડાપ્રધાન શાયા મોહસેન અલ-જિંદાની અને સરકારના અનેક મંત્રીઓ પરિસરમાં હાજર હતા, જેઓ સદનસીબે હેમખેમ બચી ગયા છે. માહિતી મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ભીષણ હુમલામાં બે સુરક્ષાકર્મીઓ સહિત ૪ લોકોનાં મોત થયાં છે.
હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે અદનમાં સાઉદી અરેબિયાના સૈન્ય અભિયાનના મુખ્યાલય અને હથિયારોના ભંડારને નિશાન બનાવ્યું હતું. અદન એ યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારની વચગાળાની રાજધાની છે, જ્યાં સરકાર અને ઈરાન સમર્થિત હૂતીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બીજી તરફ, બ્રિટનની સંસ્થા CAR ના અહેવાલ મુજબ હૂતી બળવાખોરો ચીનની મદદથી ૧૫૦૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી નવી બેલિસ્ટિક મિસાઇલો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે.
-
ચીનની મદદથી મિસાઈલ બનાવી રહ્યા છે બળવાખોરો.
યમનના અદન શહેરમાં હૂતી બળવાખોરોએ રાષ્ટ્રપતિ ભવન પર ૫ બેલિસ્ટિક મિસાઇલો છોડતા ૪ લોકોનાં મોત થયાં છે. હુમલા વખતે વડાપ્રધાન અને મંત્રીઓ પરિસરમાં જ હાજર હતા, જેઓ સુરક્ષિત રહ્યા છે. આ હુમલાથી યમનમાં ગૃહયુદ્ધ વધુ ભડકવાની આશંકા સેવાઈ રહી છે.