Loading Please Wait !!!
પેશાવરમાં ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતા દુર્ઘટના. સ્કૂલના શિક્ષક સહિત 16 બાળકોના કરુણ મોત.

  • કાટમાળ નીચે દબાઈ જવાથી બાળકોએ જીવ ગુમાવ્યો.

  • દુર્ઘટનામાં 40થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

  • રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ.

સિટી ન્યુઝ @ પેશાવર

પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. પેશાવરની દિર કોલોનીમાં આવેલી એક ખાનગી સ્કૂલની છત અચાનક ધરાશાયી થવાથી એક સ્કૂલ ટીચર અને અંદાજે ૧૬ જેટલાં માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે આ દુર્ઘટનામાં ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેપિટલ સિટી પોલીસ અધિકારી ડૉ. મિયા સઈદે આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે છત ધરાશાયી થવાની આ દુર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા બાળકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે મૃત્યુ પામનારા તમામ બાળકોની ઉંમર આશરે ૧૩ વર્ષની આસપાસ હતી, અને તેમની સાથે તેમને ભણાવનાર શિક્ષકનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કાટમાળ હટાવીને તમામ પીડિતોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે મોટાભાગના બાળકોના પ્રાણ પંખેરું ઉડી ચૂક્યા હતા. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા ૪૦થી વધુ બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

 

શિક્ષણના મંદિરમાં મોતનો તાંડવ, લાપરવાહીએ લીધા પ્રાણ!

પાકિસ્તાનના પેશાવરમાં એક ખાનગી સ્કૂલની છત અચાનક ધરાશાયી થવાથી એક શિક્ષક અને ૧૬ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં ૪૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, અને તંત્ર દ્વારા કાટમાળ હટાવીને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.