Loading Please Wait !!!
સની દેઓલની ‘ગબરુ’ ની રિલીઝ ફરી પાછી ઠેલાઈ: મે ને બદલે હવે જૂનમાં ગજવશે સિનેમાઘરો, જાણો શું છે કારણ

 

  • એક્શનના ઓવરડોઝથી બચવા મેકર્સનો મોટો નિર્ણય; ‘ધુરંધર 2’ ની સફળતા વચ્ચે જોખમ લેવા તૈયાર નથી ટીમ

  •  બોક્સ ઓફિસ પર એક્શન ફિલ્મોની ભીડ જામતા તારીખમાં ફેરફાર; નવી રિલીઝ ડેટ અંગે હજુ સસ્પેન્સ યથાવત

  •  સની દેઓલ અને સલમાન ખાનના ફેન્સ માટે સમાચાર; જૂન મહિનામાં નવા તેવર સાથે આવશે ‘ગબરુ’

    મુંબઈ : બોલિવુડના એક્શન કિંગ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગબરુ’ ની રિલીઝ ડેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલા માર્ચ અને પછી આઠમી મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ હવે વધુ એક મહિનો પાછળ ઠેલાઈ છે. મેકર્સના જણાવ્યા મુજબ, હવે આ ફિલ્મ જૂન ૨૦૨૬ માં રિલીઝ થવાની પ્રબળ સંભાવના છે. જોકે, હજુ સુધી ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    એક્શનના ઓવરડોઝથી બચવા નિર્ણય ફિલ્મ ઉદ્યોગના વર્તુળોમાં ચર્ચા છે કે હાલમાં ‘ધુરંધર ૨’ ની પ્રચંડ સફળતા અને તેમાં જોવા મળેલા હાઈ-ઓક્ટેન એક્શન સીન્સને કારણે દર્શકોમાં એક્શન ફિલ્મનો એક પ્રકારનો ‘ઓવરડોઝ’ થઈ ગયો છે. મેકર્સનું માનવું છે કે જો અત્યારે જ બીજી એક્શન ફિલ્મ રજૂ કરવામાં આવે તો કદાચ દર્શકો તેને તેટલા જ ઉત્સાહથી નહીં પચાવી શકે. આથી, ‘ગબરુ’ ને પૂરતો સ્પેસ મળે અને બોક્સ ઓફિસ પર તે એકલે હાથે કમાણી કરી શકે તે માટે તેને જૂન સુધી પાછી ઠેલવામાં આવી છે.

    સલમાન ખાનનો દમદાર કેમિયો આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન એક ખાસ ભૂમિકા (કેમિયો) માં જોવા મળશે. સની અને સલમાનની જોડીને એકસાથે પડદા પર જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી. આ આકર્ષણને કારણે જ મેકર્સ ફિલ્મની રિલીઝ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી અને સની દેઓલના આક્રમક અંદાજે પહેલેથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

    ત્રીજી વખત બદલાઈ તારીખ નોંધનીય છે કે ‘ગબરુ’ ની રિલીઝ ડેટમાં આ ત્રીજી વખત ફેરફાર થયો છે. અગાઉ માર્ચમાં અને તે પછી ૮ મેના રોજ ફિલ્મ આવવાની હતી. હવે જ્યારે ઉનાળુ વેકેશન પૂરું થવાના આરે હશે ત્યારે જૂન મહિનામાં સની પાજીના ‘ઢાઈ કિલો કા હાથ’ નો પાવર જોવા મળશે. મેકર્સ ટૂંક સમયમાં જ નવું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરી નવી તારીખની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.