અન્નુ કપૂરનો વિસ્ફોટક ખુલાસો: ઈન્ટિમેટ સીન વખતે સુપરસ્ટાર બેકાબૂ થયો, ‘કટ’ પછી પણ એક્ટ્રેસને ન છોડી!
-
બોલિવૂડ સેટ પરની કાળી વાસ્તવિકતા- ડરેલી અભિનેત્રી 2 દિવસ સુધી રૂમમાં ભરાઈ રહી; કોણ છે આ બેકાબૂ હીરો?
-
તકનો લાભ ઉઠાવતા કલાકારો સામે અન્નુ કપૂરની લાલ આંખ- ‘સાત ખૂન માફ’ વખતે પ્રિયંકા ચોપરાએ પણ કિસ કરવાની પાડી હતી ના
-
પ્રોફેશનલિઝમના નામે શોષણ? સિદ્ધાર્થ કન્નનના ઈન્ટરવ્યૂમાં અન્નુ કપૂરના ઘટસ્ફોટથી બોલિવૂડમાં ખળભળાટ; જાણો શું છે મામલો
મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકઝમાળ પાછળ અનેક કડવી વાસ્તવિકતાઓ છુપાયેલી હોય છે, જેનો પર્દાફાશ ઘણીવાર દિગ્ગજ કલાકારો કરતા હોય છે. હાલમાં જ જાણીતા અભિનેતા અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં એવી ઘટનાનો ખુલાસો કર્યો છે જેણે બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. અન્નુ કપૂરના જણાવ્યા અનુસાર, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ટોચનો અભિનેતા ઈન્ટિમેટ સીન વખતે એટલો બેકાબૂ થઈ ગયો હતો કે ડિરેક્ટરે 'કટ' કહ્યા પછી પણ તેણે અભિનેત્રીને છોડી નહોતી.
સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અન્નુ કપૂરે આ જૂનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે, તે અભિનેત્રીએ હીરોની બેકાબૂ હરકતોથી પીછો છોડાવવા માટે કેમેરા સામેથી ભાગવું પડ્યું હતું. આ ઘટના એટલી હૃદયદ્રાવક અને માનસિક આઘાત પહોંચાડનારી હતી કે પીડિત અભિનેત્રી બે દિવસ સુધી પોતાના રૂમમાંથી બહાર નીકળી શકી નહોતી. જોકે, અન્નુ કપૂરે નૈતિકતા અને વિવાદને ટાળવા માટે તે બંને કલાકારોના નામ આપવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે જો તે અભિનેત્રી આ ઈન્ટરવ્યૂ જોશે તો તે ચોક્કસ મારી વાતને સમર્થન આપશે.
અન્નુ કપૂરે ઈન્ડસ્ટ્રીના કલાકારોના વલણ પર ટીકા કરતા કહ્યું કે, ઘણીવાર એવા કિસ્સા બને છે જ્યાં કલાકારો સેટ પર પ્રોફેશનલિઝમ ભૂલીને સીનનો ગેરફાયદો ઉઠાવે છે. તેમણે પોતાના કરિયરનો દાખલો આપતા કહ્યું કે મેં ક્યારેય કોઈ સ્ત્રી કલાકાર સાથે અસભ્ય વર્તન કર્યું નથી. આ સાથે જ તેમણે ફિલ્મ 'સાત ખૂન માફ' ના શૂટિંગ સમયનો કિસ્સો પણ યાદ કર્યો હતો. જેમાં પ્રિયંકા ચોપરા તેમની સાથે કિસિંગ સીન કરવામાં અસહજ હતી અને તેણે તે સીન કરવાની સાફ ના પાડી દીધી હતી.
અન્નુ કપૂરે વધુમાં ઉમેર્યું કે મીડિયામાં એ સમયે એવી વાતો ફેલાઈ હતી કે પ્રિયંકાએ અન્નુ કપૂરના દેખાવને કારણે સીન કરવાની ના પાડી હતી, પરંતુ હકીકતમાં તે માત્ર તેની અંગત અસહજતા હતી. અન્નુ કપૂરે કહ્યું કે મેં હંમેશા કલાકારોની પ્રાઈવસી અને કમ્ફર્ટ લેવલનું સન્માન કર્યું છે. જોકે, અન્ય કલાકારો જે રીતે મર્યાદા ઓળંગે છે તે જોઈને ઘણું દુઃખ થાય છે.
આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને અન્ય કલાકારો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે 'બેકાબૂ' હીરો કોણ હતો? અન્નુ કપૂરના આ નિવેદને ફરી એકવાર બોલિવૂડમાં મહિલા કલાકારોની સુરક્ષા અને કાર્યસ્થળ પરના વાતાવરણ પર સવાલ ઉભા કર્યા છે. આ ઘટસ્ફોટથી એ વાત સ્પષ્ટ થાય છે કે ફિલ્મી પડદા પર જે રોમાન્સ દેખાય છે તેની પાછળ ઘણીવાર અભિનેત્રીઓએ ન કહી શકાય તેવી પીડા અને અસહજતાનો સામનો કરવો પડે છે.