યમનમાં હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ શરૂ
સકારે કહ્યું રાજધાની સના પર કબજો કરીશું
» હૂતીઓનો દાવો - સાઉદી એરપોર્ટ અને અરામકોને નિશાન બનાવ્યા
સિટી ન્યૂઝ@સના
યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ફરી યુદ્ધ તેજ બન્યું છે. સરકારે હૂતીઓના કબજા હેઠળની રાજધાની સનાને પાછી મેળવવા માટે સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. તાઈફ, અલ-બાયદા અને અલ-જૌફ સહિતના ઘણા વિસ્તારોમાં લડાઈ ચાલી રહી છે.
બીજી તરફ, હૂતીઓએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના અભહા એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને તેલ અને ગેસ કંપની અરામકોની સુવિધાઓને મિસાઇલ અને ડ્રોનથી નિશાન બનાવી છે.
૭ સપ્ટેમ્બરના રોજ હૂતીઓએ આરોપ લગાવ્યો હતો કે સાઉદી અરેબિયાએ અલ-જૌફ પ્રાંતના અલ-હજમ શહેરની એક જેલ પર હવાઈ હમલો કર્યો. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે હુમલામાં એક બાળક સહિત ૭ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૭ લોકો ઘાયલ થયા છે.
બાદમાં અલ-જૌફ સિવિલ ડિફેન્સના પ્રમુખ હસન સાબૌલાએ મૃત્યુઆંક વધીને ૧૧ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે ૨૦ મિસાઈલ અને ડ્રોન હમલા કરવાનો દાવો કર્યો. હૂતીઓએ કહ્યું કે તેમણે અભહા ઇન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને અરામકોની કેટલીક સુવિધાઓને નિશાન બનાવી. આ ઉપરાંત સાઉદી અરેબિયાના ૪ સર્વેલન્સ ડ્રોન પણ તોડી પાડ્યા. આ હુમલાઓથી થયેલા નુકસાનની માહિતી હાલમાં સામે આવી નથી.
અહીં હૂતીઓ પર સાઉદી શહેરોમાં નાગરિક અને આર્થિક ઠેકાણાઓને નિશાન બનાવવાનો આરોપ છે. આ હુમલાઓમાં ૭ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપવામાં આવી છે. હુમલાઓની અસર અવહા, ખમિસ મુર્શત, નજરન અને જિજાનમાં પડી. સાઉદી પક્ષ અનુસાર, ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સાઉદી અરેબિયા આ હુમલાઓનો સખત જવાબ આપવાની ચેતવણી આપી છે.