પ્રેમીએ પ્રેમીકાના પતિની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી દીધા
- કચ્છના અંજારનો દર્દનાક કિસ્સો
- પતિને પત્નીના આડાસબંઘની શંકા જતા મોતને ઘાટ ઉતારી દીધો’તો
સિટી ન્યૂઝ@કચ્છ
લગ્નેતર સંબંધનો દર્દનાક અંતનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામમાં ૪૩ વર્ષીય લખુભાઈ રુડાભાઈ હુંબલની ઘાતકીરીતે હત્યા કરવામાં આવી છે. ૩૧ ઓગસ્ટે ગુમ થયેલા લખુભાઈનો મૃતદેહ ૫ સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ નજીકથી બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળી આવ્યો હતો. તપાસમાં મૃતદેહના ટુકડા હોવાનું સામે આવતા પોલીસે ઓણઝ કરી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકની પત્ની સાથે કથિત પ્રેમસંબંઘ ધરાવતા તેના પાડોશી દિનેશ રાયઘણભાઈ ઠાકોર (૩૫)ની ધરપકડ કરી છે. આ આખો કિસ્સો ઘણો જ કંપી ચોડાવી દે તેવો છે.
પોલીસ તપાસ મુજબ, દિનેશને મૃતકની પત્ની સાથે છેલ્લા આશરે દોઢેક વર્ષથી પ્રેમસંબંઘ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, લઘુભાઈને આ સંબંધ અંગે શંકા પડી હોવાની આશંકાથી દિનેશે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મૃતદેહને અંજાર સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના SP સાગર બાગગારાના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ ધપાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટની રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ દિનેશે કોઈ કામની વાત કરવાના બહાને લખુભાઈને પોતાના ઘરે બોલાવ્યો હતો.વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા દિનેશ કથિત રીતે લોખંડના સળિયાથી લખુભાઈના માથાના પાછળના ભાગે વારંવાર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે લખુભાઈનું મોત થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યા બાદ દિનેશે મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ મૃતદેહ ભારે હોવાથી તેને એકલા શ્રાદ્ધ લઈ જવો મુશ્કેલ પડ્યો હતો. ત્યારબાદ તેણે હેક્સો બ્લેડ સહિતના સાધનોનો ઉપયોગ કરી મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓને અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરી વરસામેડી બસ સ્ટેન્ડ નજીક આવેલા ગામના તળાવ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. હત્યા બાદ તપાસને ગેરમાર્ગ દોરવા માટે આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન પણ અન્ય સ્થળે ફેંકી દીધો હતો.