સારા અર્જુનનો 52000નો ઓફ-વાઈટ અનારકલી ડ્રેસ
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ની એક્ટ્રેસ સારા અર્જુનનો ઓફ-વાઈટ અનારકલી ડ્રેસવાળો લુક ફેન્સના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અનારકલી ડ્રેસ શુદ્ધ ચંદેરી સિલ્કમાંથી તૈયાર થયો છે જેની કિંમત આશરે ૫૨,૦૦૦ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આઉટફિટ એની નાજુક હેન્ડ-એમ્બ્રોઈડરી વર્ક અને શાહી અંદાજને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ આઉટફિટમાં ૨૪ કળીઓ, ફ્લોરલ જાળ એમ્બ્રોઈડરી અને વિશાળ ફ્લેર છે જે એને રોયલ લુક આપે છે. સારાએ એની સાથે ઓર્ગેન્ઝા દુપટ્ટો અને સિલ્વર ઝુમકા સ્ટાઈલ કર્યા છે.