Loading Please Wait !!!
સિસ્ટર નિવેદિતાનો રોલ કરશે સેલિના જેટલી

સીટી ન્યૂઝ@મુંબઈ

સેલિના જેટલી ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરી છે. તે 'સિસ્ટર નિવેદિતા'માં લીડ રોલ ભજવશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા સેલિનાએ તેને પોતાની કારકિર્દીની સૌથી અંગત અને ઈમોશનલ સફર ગણાવી છે. આ ફિલ્મ વિશે વાત કરતા સેલિનાએ કહ્યું હતું કે 'સિસ્ટર નિવેદિતા સાથેનો મારો લાગણીસભર સંબંધ આ ફિલ્મ મળ્યાનાં ઘણાં વર્ષો પહેલાં જ શરૂ થઈ ગયો હતો. મારા પપ્પાનું પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ હતું ત્યારે હું મારા મમ્મી-પપ્પા સાથે ઘણી વખત દાર્જિલિંગ જતી હતી. રસ્તામાં અમે વારંવાર રોય વિલામાં રોકાતા. અહીં સિસ્ટર નિવેદિતાએ પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા. મારાં મમ્મી-પપ્પા ત્યાં ફરતાં. આજે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે એ સ્થળે હંમેશાં મને અંદરથી સ્પર્શ્યું હતું. મારી મમ્મી જે પ્રથમ વખત સિસ્ટર નિવેદિતા જીવન અને વારસા વિશે જાણકારી આપી હતી, મને ત્યારે જરાય ખ્યાલ નહોતો કે એક દિવસ ભવિષ્યમાં હું આ મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ પડદા પર જીવંત કરવાની પસંદગી બનીશ. સિસ્ટર નિવેદિતાનો જન્મ ૧૮૬૭માં આયર્લેન્ડમાં માર્ગારેટ નોબલ તરીકે થયો હતો.