ક્રિકેટર પૃથ્વી શોની સગાઈ તૂટી?
સીટી ન્યૂઝ@મુંબઈ
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. તો આ વર્ષે માર્ચમાં અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી હતી. જોકે, તેમના સંબંધોમાં તિરાડ અને સગાઈ તૂટવાની અફવાઓ હવે સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે. તાજેતરમાં, આકૃતિ અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી, જેનાથી આ અટકળોને વધુ વેગ મળ્યો. જોકે, તેણે પોસ્ટમાં પૃથ્વી શો કે તેની સગાઈનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. આકૃતિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, "મને ઘણી વખત દગો આપવામાં આવ્યો હતો, છતાં મેં ક્યારેય ઈ કશું નહીં. આગળ વધ્યા પછી પણ, હું હજુ પણ વિશ્વાસ નથી કે તે બધું સાચું છે." આ પછી તેણે બીજી પોસ્ટ સાથે લખ્યું, "બધું સાચું છે. દરેક અફવા સાચી છે. સોશિયલ મીડિયા પર તેના વિશે જે કંઈ બતાવવામાં આવી રહ્યું છે તે સાચું છે.