Loading Please Wait !!!
મુંબઈમાં 15 ઈંચ વરસાદ કાશ્મીરમાં વાદળ ફાટ્યું ગાડીઓ દબાઈ

મુંબઈમાં સ્કૂલો બંધ : ગુજરાત-મુંબઈના ટ્રેન વ્યવહાર પર અસર

  • કેરળના વાયનાડમાં ભૂસ્ખલન 2નાં મોત

  • નાસિકમાં વરસાદને કારણે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પાણી ભરતા મંદિર બંધ

  • ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ 75 જિલ્લામાં એલર્ટ

ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને દિલ્હી સહિત દેશભરમાં વરસાદ ચાલુ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, કેરળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ ગંભીર બની છે. મુંબઈમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં વરસાદને કારણે શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો છે. ગુજરાત-મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં પાણી ભરતા મંદિર બંધ રાખવામાં આવ્યું છે. સામશૃંગી મંદિર પણ સાવચેતીરૂપે બંધ છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટતા કાટમાળ હેઠળ આવતા વાહનોને નુકસાન થયું છે. કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન થતાં ૧નું મોત અને પાંચ લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.