માલધારીને આંટીથી જકડનારો સિંહ લાપતા...
- 24 કલાકથી કોઈ પતો નથી, વરસતા વરસાદમાં વન વિભાગની ટીમ મેદાને
- રેસ્ક્યુ ટીમની કામગીરીમાં શું-શું સામેલ હોય છે?
વનપ્રાણીઓના રેસ્ક્યુ દરમિયાન માત્ર પ્રાણીને પકડવાની કામગીરી જ નહીં, પરંતુ અનેક પ્રકારની ફિલ્ડ લેવલની જવાબદારીઓ નિભાવવામાં આવે છે. રેસ્ક્યુ ટીમ દ્વારા ઘાયલ અથવા બીમાર વન્યપ્રાણીઓની શોધખોળ, અવલોકન અને સ્થળ પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ વેટરનરી ડૉક્ટર દ્વારા સારવાર, ટ્રેન્કવિલાઈઝ (બેભાન) કરવાની પ્રક્રિયા અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
સિટી ન્યૂઝ@ભાવનગર
ભાવનગરના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે સિંહોએ માલધારી યુવાનને પગની આંટી મારી જકડી લીધો હતો. સવારે ૮ વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં મારણ છીનવાઈ જતા હિંસક બનેલી સિંહે માલધારી કાનુભાઈ પરમાર ઉપર હુમલો કર્યો હતો. આશરે ૩૦ મિનિટ સુધી જીવસટોસટની બાજી બાદ માલધારીએ ધીરજપૂર્વક સિંહ પર હાથ ફેરવીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ સિંહ જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હતો.
આ ઘટના બાદ વન વિભાગમાં દોડધામ મચી હતી અને ૫ જુલાઈના ૧૧ વાગ્યા આસપાસ સાવજોને શોધવા ટીમોએ જંગલમાં મોકલી હતી. વન વિભાગ ચાલુ વરસાદમાં છેલ્લા ૨૪ કલાકથી સિંહની શોધ કરી રહી છે. જો કે હજુ પણ હાથમાં આવ્યો નથી.
પાલિતાણા વન વિભાગ દ્વારા ૨૫થી વધુ અધિકારી અને કર્મચારીની અલગ-અલગ ટીમો બનાવી સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં રેપિડ એક્શન ટીમ, રેસ્ક્યુ ટીમ, વન્યજીવ રેન્જ સ્ટાફ તેમજ વેટરનરી ડૉક્ટરની વિશેષ ટીમ સતત કાર્યરત છે. સિંહને સુરક્ષિત રીતે પકડવા માટે ટ્રેન્કવિલાઈઝર ગન, ટ્રેપ કેજ, રિંગ કેજ અને બીજો કેજ સહિતના જરૂરી સાધનો સાથે અનુભવી રેસ્ક્યુ ટ્રેકર્સની ટીમ સતત વિસ્તારનું સ્કેનિંગ કરી રહી છે.
વન વિભાગના જણાવ્યા મુજબ સિંહ સોનપરી ગામના રેવન્યુ ડુંગર વિસ્તારમાંથી નીકળી ગરાજીયા ગામના રેવન્યુ વિસ્તાર થઈ શેત્રુંજી ડુંગર અનામત જંગલ તરફ જવાના માર્ગ પર જોવા મળ્યો હતો. હાલમાં ગરાજીયા, જીવાપર, સોનપરી અને થોરાણી ગામોના રેવન્યુ વિસ્તારમાં સિંહની મુવમેન્ટ નોંધાઈ રહી છે. વન વિભાગ દ્વારા લોકોને રાખવું પ્રી-ટ્રાયલ સજા સમાન ગણાય. અને સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.