Loading Please Wait !!!
રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી જ પીરસાય છે

11 પેઢીઓમાંથી 122 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીઓમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી ૧૧ એકમોની તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન કુલ ૧૨૨ કિલો વાસી, એક્સપાયર અને અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક પેઢીને સ્ટોરેજ, લાઈસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારી કુલ ૩.૧૩ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી રોડ સ્થિત પીઝા કટ્ઝ કિચનમાંથી ૧૪ કિલો એક્સપાયર પીઝા બેઝ, વાસી દહીં, પાસ્તા અને નૂડલ્સનો નાશ કરી ૩.૫ હજારનો દંડ ફટકારાયો હતો. સાથે ડેરીસ્ટા ચીઝના નમૂના લેવામાં આવ્યો હતો.

જગનાથ ચોક પાસેના અમૂલ પાર્લરમાંથી ૪૫ કિલો એક્સપાયર આઈસ્ક્રીમ, ચોકલેટ, પનીર અને ફ્રોઝન સમોસાનો નાશ કરી ૨.૩ હજારનો દંડ વસૂલાયો હતો.

રેસકોર્સ રિંગ રોડ પરના માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝામાંથી ૨૩ કિલો એક્સપાયર પીઝા બેઝ અને કેટ વગરના આઈસ્ક્રીમનો નાશ કરી ૩.૧ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

બાનાવટી ચોકના કટ્ઝ બટર ફાસ્ટ ફૂડમાંથી ૪ કિલો એક્સપાયર સમોસા અને પીઝા બેઝનો નાશ કરી ૩.૩ હજારનો દંડ ફટકારાયો હતો.

ઢેબર રોડ પરના જૈન ફૂડમાંથી ૧૨ કિલો વાસી મીઠાઈ અને સડેલા ઢોકળાનો નાશ કરી ટીપાં ગાંઠિયાનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે દેવ ફાસ્ટ ફૂડમાંથી ૧૪ કિલો વાસી ચીઝ, દહીં અને સલાડનો નાશ કરી બટર અને પનીરના નમૂના લેવાયા હતા.

બિર્મલા રોડ પરના જય દ્વારકાધીશ ગોલાવાલામાંથી ૫ કિલો ખરાબ મિલ્ક ક્રીમનો નાશ કરી ફિલ્ડ ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો. ઈટ એન્ડ જોય ફૂડમાંથી ૫ કિલો એક્સપાયર બ્રેડ અને બાફેલા બટેટાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ફુડ્સમાંથી ડેરી પ્રોડક્ટના બે નમૂના લે ડી.એન.એસ. આઈસ્ક્રીમમાંથી ચોકલેટ કોકો શેકનો નમૂનો પરીક્ષણ માટે લેવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ભેળસેળ, વાસી અને અખાદ્ય ખોરાક સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.