સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ!
ગુજરાતમાં એક સાથે 5 વેધર સિસ્ટમ સક્રિય
-
44 તાલુકામાં વરસાદ
-
દ્વારકામાં હાઈ એલર્ટ
-
માંગરોળમાં 15 ઈંચ; માળીયામાં 12 ઈંચ, રાજકોટમાં અડધો ઈંચ
રાજકોટ જિલ્લામાં NDRFની ટીમનો પડાવ : 25 જવાનોની પ્લાટુનને ઉપલેટા મોકલાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજ્યના ૮૫થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં છેલ્લી ચાર કલાકમાં જ સાડા સાત ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વેરાવળમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં લગભગ ૪૦ મીટર રોડ બેસી ગયો હતો, જેમાં વાહનો ફસાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે ૫ વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- વરસાદે પોલ ખોલી
- ભાવનગર સોમનાથ હાઈવે ફાટ્યો
ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લામાં સરકારી વિકાસકામો અને હાઈવે નિર્માણની ગુણવત્તાના લીરા ઉડાડી દીધા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા રાજુલા નજીકના ચારનાળા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે.
- 15 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે
મુંબઈ ડૂબ્યું : દરિયાથી દૂર રહેવાની ચેતવણી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં રેડ એલર્ટ છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨mm વરસાદ થયો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે બપોરે સમુદ્રમાં લગભગ ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપી છે. સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
| તાલુકો | વરસાદ (ઈંચ) |
| માંગરોળ | 7.28 |
| સૂત્રાપાડા | 4.84 |
| માળીયા હાટીના | 4.37 |
| કેશોદ | 4.37 |
| પાટણ-વેરાવળ | 3.31 |
| વંથલી | 3.07 |
| શિનોર | 2.87 |
| માણાવદર | 2.36 |
| કોડીનાર | 2.36 |
| ઓલપાડ | 2.28 |
| હાંસોટ | 2.20 |
| વાલિયા | 1.93 |
| તાલાલા | 1.85 |
| લોધીકા | 1.42 |
| વાગરા | 1.42 |
| જૂનાગઢ | 1.18 |
| જૂનાગઢ શહેર | 1.18 |
| બોટાદ | 1.06 |
| કેશોદપાડા | 1.02 |
| ઉમરગામ | 0.98 |