Loading Please Wait !!!
એકતાનગરમાં યોજાયો 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

 

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરાયા

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનેમાને સમાજનું પ્રતિબિંબ ગણાવ્યું

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મૂલ્યોને મજબૂત કરવા પર ભાર મૂક્યો

સિટી ન્યુઝ @ સુરત 

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગર (કેવડિયા) ખાતે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ અત્યંત ભવ્યતાપૂર્વક યોજાયો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ સમારોહમાં હાજરી આપીને તમામ વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા હતા અને તેમની પ્રતિભા તથા સખત પરિશ્રમને બિરદાવ્યા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર યોજાયેલા આ રાષ્ટ્રીય સમારોહમાં દેશભરના બોલિવૂડ અને સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ કન્નડ ફિલ્મ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના વિશિષ્ટ અને દીર્ઘકાલીન યોગદાન બદલ પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતીય સિનેમા આપણા દેશની વિવિધ ભાષાઓ, પરંપરાઓ, આકાંક્ષાઓ અને સંઘર્ષોને સચોટ રીતે પ્રતિબિંબિત કરે છે અને સિનેમા સમાજને જોડવાનું શક્તિશાળી માધ્યમ છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હી બહાર આ પુરસ્કારો યોજવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ફિલ્મ નિર્માતાઓને પ્રાકૃતિક ખેતી તેમજ પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિનેમાને સમાજનું પ્રતિબિંબ ગણાવતા ગુજરાતમાં આ ભવ્ય આયોજન થવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સિનેમાને એક સામૂહિક ટીમ પ્રયાસ ગણાવ્યો હતો.

આ સમારોહમાં વિવિધ શ્રેણીઓમાં વિજેતા બનેલા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એક્ટર, મમૂટીને 'બ્રહ્મયુગમ' માટે બેસ્ટ એક્ટર, અને આદિત્ય ધરની ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત સંજય મિશ્રાને 'ભક્ષક' માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટર અને ધનુષને સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં પુરસ્કાર એનાયત કરાયો હતો.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે 34 ભાષાઓમાં 400 ફીચર ફિલ્મો અને 24 ભાષાઓમાં 161 નોન-ફીચર ફિલ્મો પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 22 ફીચર ફિલ્મ અને 23 નોન-ફીચર ફિલ્મોને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજ્ઞાનથી ભારતીય સિનેમાની વિવિધતા અને વૈશ્વિક ક્ષમતા વધુ મજબૂત બની છે.

ભારતીય સિનેમાનો ગૌરવશાળી મંચ

એકતાનગર ખાતે યોજાયેલ આ 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ કલાકારોના પરિશ્રમની કદર કરવાની સાથે દેશની સાંસ્કૃતિક એકતા અને કલાજગતની સિદ્ધિઓનું અદ્ભુત પ્રદર્શન બની રહ્યો છે.

રાષ્ટ્રપતિની ખાસ અપીલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ સમારોહમાં ફિલ્મી કલાકારોને ખાસ અનીલ પણ કરી હતી. તેમણે કહ્યું- બેહદ લોકપ્રિય ફિલ્મી કલાકારોમાં દેશના લોકો, ખાસ કરીને યુવાઓને પ્રભાવિત કરવાની મોટી ક્ષમતા હોય છે. જયારે લોકપ્રિય ફિલ્મી સિતારા અનુશાસીત જીવનશૈલીના મહત્વની બાબતે વાત કરે છે, તો યુવા તેમનું અનુશરણ કરે છે. હું અનુરોધ કરીશ કે લોકપ્રિય કલાકાર સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનો પ્રચાર ન કરે. સ્ટાર એ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં.

અનંત નાગને દાદાસાહેબ ફાળકે સન્માન
દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ અપાયો. પાંચ દાયકાથી લાંબી કેરિયરમાં ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને આ સન્માન મળ્યું.

અન્ય શ્રેષ્ઠ ફિલ્મો પુરસ્કારથી સન્માનિત
કલ્કી 2898 AD ને શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજક ફિલ્મ (Best Popular Film Providing Wholesome Entertainment) તરીકે નામાંકિત કરવામાં આવી હતી, જ્યારે કેપ્ટન મિલરને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. રાજકુમાર પરિયાસામીને અમરન માટે શ્રેષ્ઠ નિર્દેશનનો એવોર્ડ મળ્યો હતો.

SC ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત અને દિનેશ પી. ભોંસલે દ્વારા નિર્દેશિત ઢોલીને શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મનો એવોર્ડ મળ્યો, જ્યારે પિચ્ચર સ્ટુડિયો દ્વારા નિર્મિત અને શિવધ્વજ શેટ્ટી દ્વારા નિર્દેશિત IMBUને શ્રેષ્ઠ તુલુ ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવી.

રવિ રાજ મુર્મુ દ્વારા નિર્દેશિત સંથાલી ફિલ્મ અંગેન (Angen)ને ડિરેક્ટરની શ્રેષ્ઠ ડેબ્યૂ ફિલ્મનો એવોર્ડ મળ્યો.

યામી, કાર્તિક અને રણદીપને મળ્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
`આર્ટિકલ 370'  એ મને એક કલાકાર અને એકટર તરીકે ઘણુ બધું આપ્યું છે. મને નથી લાગતું કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકીશ.
યામીનો પહેલો નેશનલ એવોર્ડ

`આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો. યામી ગૌતમે આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કર્યો. આ દરમિયાન તેના પતિ ડાયરેકટર આદીત્ય ઘર પણ હાજર હતા.

`બ્રહ્મયુગમ' માટે મામૂટી અને `ચંદુ ચેમ્પીયન' માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. `ભંગાર' ફિલ્મને સર્વશ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ અને `રામ-નામી'ને સર્વશ્રેષ્ઠ ડોકયુમેન્ટરીનો પુરસ્કાર મળ્યો. ફિલ્મ `સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે રણદીપ હુડાને સર્વશ્રેષ્ઠ નવોદીત નિર્દેશકનું સન્માન મળ્યું.