Loading Please Wait !!!
રાજકોટમાં જાહેરમાં મારામારી સામાન્ય; કાયદો નિષ્ફળ ?

રીક્ષા ચાલકને મહિલાએ જાહેરમાં લમધારી નાખ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રીક્ષામાં મુસાફરી કરતી એક મહિલાએ કોઈ સ્પષ્ટ કારણ વગર રીક્ષા ચાલકને જાહેરમાં ફટકા મારી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા અને રીક્ષા ચાલક વચ્ચે કોઈ મોટી બોલાચાલી કે ઝઘડો થયો હોવાનો પુરાવો સામે આવ્યો નથી, છતાં અચાનક મહિલાએ ઉગ્ર વલણ દાખવી રીક્ષા ચાલક પર હાથ ઉઠાવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયો સામે આવતા જ લોકોમાં ચર્ચા અને આશ્ચર્યનું માહોલ સર્જાયું છે. જાહેરમાં આવી રીતે કોઈ વ્યક્તિ પર હાથ ઉઠાવવાની ઘટના અંગે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું હવે રસ્તાઓ પર સામાન્ય નાગરિકો પણ સુરક્ષિત નથી? આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ વાયરલ વિડિયોને પગલે પોલીસ તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં જાહેર વ્યવહાર અને શિસ્ત અંગે ગંભીર ચર્ચા ઉભી કરી છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે સંબંધિત તંત્ર શું પગલાં લે છે.

  •  ઈન્દિરા સર્કલ પાસેનો બનાવ
  • ટ્રાફિક ચેકિંગ કે ગુંડાગીરી?
  •  એક નાગરિકને TRB જવાને જાહેરમાં મારામારી કરી

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ નજીક ટ્રાફિક વ્યવસ્થાની આડમાં ગુંડાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા એક કારને લોક મારવામાં આવ્યા બાદ, નજીવી બાબતે વિવાદ ઉગ્ર બન્યો અને ટ્રાફિક વિભાગમાં કામ કરતો TRB કર્મચારી જ રસ્તા પર કાયદો હાથમાં લઈ બેઠો. માહિતી મુજબ, કાર ચાલક સાથે બોલાચાલી દરમિયાન TRB કર્મચારી એટલો ઉગ્ર બન્યો કે તેણે જાહેર રસ્તા પર જ હુમલો કરી દીધો. ઘટના સ્થળે હાજર લોકોએ આ સમગ્ર બનાવનો વિડિયો ઉતારી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયો સામે આવતા જ ટ્રાફિક પોલીસની કામગીરી અને વર્તન પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જે લોકો કાયદો જાળવવા માટે જવાબદાર છે, તેઓ જ કાયદાનો ભંગ કરતા જોવા મળે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટ્રાફિક નિયંત્રણના નામે કેટલીક જગ્યાએ સામાન્ય નાગરિકો સાથે દુર્વ્યવહાર થાય છે. હવે જોવાનું રહ્યું કે આ વાયરલ વિડિયો બાદ પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે, કે પછી આ મામલો પણ અન્ય અનેક કેસોની જેમ ઠંડા બસ્તામાં જતો રહે છે. સામાન્ય જનતાની માંગ છે કે દોષિત સામે કડક પગલાં લેવા જોઈએ.