પિતાએ વાસણ સાફ કરવા મુદ્દે ઠપકો આપતા પુત્રીએ ઝેર પી જીવ દીધો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
મૂળ વતન અમદાવાદના બાયડ ગામના અને હાલ રાજકોટના વડાલી ગામે ખેત મજૂરી કરતા પરિવારની આશાબેન બલુભાઈ ઘોટ ઉ.૧૯એ ગઈકાલે સાંજે વાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી પરંતુ અહીં ફરજ પરના તબીબોએ તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, આશાબેન સાત બહેનોમાં ચોથા નંબરના હતા. તેમના પિતાનું નામ બાલુભાઈ ભુતાભાઈ ઘોટ છે તેઓનું છે પરિવારના સભ્યો બપોરે જમ્યા હતા પછી પિતાએ આશાને વાસણ સાફ કરી નાખવા કહ્યું હતું. તેણે વાસણ સાફ ન કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.