ઈંધણના ભાવ વધતા Swiggy-Zomato ડિલિવરી ચાર્જ વધારશે
સિટી ન્યૂઝ@મુંબઈ
ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ (જેમ કે બ્લિંકિટ, ઝેપ્ટો) થી સામાન મંગાવવો મોંઘો થઈ શકે છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૪ પ્રતિ લીટર એટલે કે ૪% સુધીનો વધારો થયો છે. તેનાથી સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓ પર ડિલિવરી કોસ્ટનું દબાણ વધી ગયું છે. ઇલાયરા કેપિટલના રિપોર્ટ અનુસાર, ફ્યુઅલની કિંમતો વધવાથી કંપનીઓના માર્જિન પર સીધી અસર પડી રહી છે. આ વધારાના ખર્ચનો બોજ કંપનીઓ ગ્રાહકો પર નાખી શકે છે. તેના કારણે તમારા દરેક ઓર્ડર માટે લાગતો ડિલિવરી ચાર્જ અથવા અન્ય ફી વધારી શકાય છે.
૨૦૨૩-૨૦૨૬ ની વચ્ચે સ્વિગી અને ઝોમેટો પર પ્લેટફોર્મ ફી ૯ ગણી વધી ગઈ છે. ઝોમેટોએ ૨૦ માર્ચે જ તેની પ્લેટફોર્મ ફી ૧૯% એટલે કે ૨.૪૦ વધારીને ૧૪.૬૦ (GST વગર) કરી દીધી હતી.