Loading Please Wait !!!
કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગયું વડાપાઉં

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સલમાન ખાનની ગર્લફ્રેન્ડ અને સિંગર-એક્ટ્રેસ યુલિયા વેંતૂરે તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલના એક ફૂડ-કાઉન્ટરનો વિડિયો શૅર કરીને જણાવ્યું કે મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટફૂડ વડાપાઉં હવે કાન સુધી પહોંચી ગયું છે. યુલિયાએ શૅર કરેલા વિડિયોમાં જણાવાયું હતું કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વડા બ્રિઓશ બન’ના નામથી વડાપાઉંને પીરસવામાં આવી રહ્યું છે.

આ વાનગી વિશે માહિતી આપવામાં આવી હતી કે મુંબઈના પ્રિય વડાપાઉંને બટરવાળા બ્રિઓશ બનમા પિકલ્ડ અન્યન અને તળેલાં મરચાં સાથે પીરસવામાં આવે છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મૌની રૉય અલગ-અલગ લુકમાં જોવા મળી છે અને હવે તેનો નવો રેડ કાર્પેટ લુક સામે આવી ગયો છે. મૌની આ લુકમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. રેડ કાર્પેટ પર મૌનીએ આઈવરી એબ્સ્ટ્રેક્ટ વેબ-સ્ટાઈલ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું. આ બોડીકોન ગાઉન સંપૂર્ણ રીતે કિંમતી ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યું હતું. જોકે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર તેણે પહેરેલી મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી બની હતી. મૌનીએ પોતાના આ ગ્લેમરસ આઉટફિટને વધુ ખાસ બનાવવા માટે જાણીતી બ્રાન્ડ ચોપાર્ડની સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી હતી. તેણે ગાઉન સાથે મોંઘીદાટ ડાયમંડ નેકલેસ અને પ્રેશિયસ લેસ ડાયમંડ વોચ પહેરી હતી જે તેના સમગ્ર લુક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી અને લુકને વધુ ભવ્ય બનાવતી હતી.

કાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલીન ફર્નાન્ડિસે ગ્લોબલ ગિફ્ટ ફાઉન્ડેશનની ગાલા નાઈટમાં આસ લુકમાં હાજરી આપી હતી. જેકલીન આ ઈવેન્ટમાં કો-ચેર તરીકે હાજર રહી હતી વિન્ટેજ લુકમાં જોવા મળી હતી. જેકલીનનો આ લુક તેને અન્ય સેલિબ્રિટીઓ કરતાં અલગ પાડતો હતો. આ આઉટફિટનો સૌથી આકર્ષક ભાગ કમરના ભાગે આપવામાં આવેલી મોટી ફ્લોરલ ડિઝાઇન હતી જેને બોલ્ડ બ્લેક બો ફિટેલિંગ સાથે જોડવામાં આવી હતી.