નેહા ધૂપિયાએ કરણ જોહર સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યું હતું
એક્ટ્રેસનો ખુલાસો: 3 વખત મે લગ્ન માટે કહ્યું હતું
સિટી ન્યૂઝ@મુંબઈ
હિન્દી સિનેમાની એક્ટ્રેસ નેહા ધૂપિયા પહેલાં મોડલિંગ અને બ્યુટી પેજન્ટની દુનિયામાં જોવા મળી હતી. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં કામ કર્યું અને પછી ટીવી તથા પોડકાસ્ટ હોસ્ટ તરીકે પણ પોતાની અલગ ઓળખ બનાવી. તેમનો શો નો ઇન્ટરવ્યુ નેહા પણ ચર્ચામાં રહ્યો હતો. આ શોમાં નેહાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કરણ જોહર સાથે જોડાયેલો એક ગજેદાર કિસ્સો સંભલાવ્યો હતો.કરણ જોહર સાથે જોડાયેલો એ મજેદાર કિસ્સો સામે આવ્યો હતો. નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કરણ જોહરને અલગ-અલગ જગ્યાએ ૩ વખત મજાકમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, પરંતુ કરણે દરેક વખતે તેમનો પ્રપોઝલ નકારી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે કરણે તેમને ના પાડવાના અનેક કારણો આપ્યા હતા. તેમાં એક કારણ એવુ પણ હતું, જે સાંભળીને નેહાને પોતાને પણ હસી આવી હતી. નેહાએ કહ્યું હતું, કરણને મારા પ્રપોઝલને નકારવાનું એક કારણ એવું જણાવ્યું હતું કે તેમને મારું શરીર આકર્ષક લાગતું નહોતું.
પર્સનલ લાઈફની વાત કરીએ તો ૧૦ મે ૨૦૧૮ના રોજ નેહાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ દિલ્હીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ૨ બાળકોના માતા-પિતા બન્યા, તેમની દીકરી મેહરનો જન્મ નવેમ્બર ૨૦૧૪માં થયો હતો.કરણ સાથે ચિત્રગદા જન્મ ઓક્ટોબર ૨૦૨૧માં થયો હતો.કરણ સાથે નેહાએ તેમના ડિરેક્શનમાં બનેલી લસ્ટ સ્ટોરીઝમાં કામ કર્યું હતું. તેમણે એ દિલ મુશ્કિલમાં એક રિપોર્ટરની ભૂમિકા માટે પોતાનો અવાજ પણ આપ્યો હતો. નેહાએ બાદમાં જણાવ્યું હતું કે તેમણે કરણને પોતાના પોડકાસ્ટ માટે ઘણી વખત ફોન કર્યો હતો અને તેમનો અવાજ ઘતી વખત સાંભળ્યા બાદ કરણે તેમને આ વોઇસ રોલ માટે બોલાવી હતી.
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કરણ જોહેરે નેહાની પર્સનલ લાઈફમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નેહા અને અંગદ બેદીની લવ સ્ટોરીમાં કરણે બંનેને નજીક લાવવામાં મદદ કરી હતી. કરણ નો ફિલ્ટર નેહાના પહેલા ગેસ્ટ પણ રહ્યા હતા અને બાદમાં શોનાં ઘણી વખત પાછા આવ્યા હતા.