Loading Please Wait !!!
યુ.કે.ની મોલી પ્રથમ, ભારતની હીના સેકન્ડ

મિસ ઓશન વર્લ્ડ 2026 ફિનાલેમાં

મિસ ઓશન વર્લ્ડ ૨૦૨૬ના ગ્રાન્ડ ફિનાલેમાં યુનાઇટેડ કિંગડમની મોલી મેરી બકલીએ મિસ ઓશન વર્લ્ડ ૨૦૨૬નો ખિતાબ પોતાના નામે કર્યો. જયપુરના માનસરોવર સ્થિત અનંત મહેલમાં આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટ મિસ ઓશન વર્લ્ડ ૨૦૨૬ ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું, આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૦ દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો. ઇન્ડોનેશિયાની બેર્નિંગ ફેજરીયાની ફર્સ્ટ રનરઅપ, ભારતની હીના ઠાકુર સેકન્ડ રનર-અપ, જાપાનની કાના સાગાસ થર્ડ રનરઅપ અને ઝિમ્બાબ્વેની પ્યોરિટી તનાત્સ્વાનાશે મકુબા ફોર્થ રનર-અપ રહી. આ આયોજન ટુરિઝમ અને કલ્ચરલ એક્સચેન્જ એક્ટિવિટીઝ હેઠળ આયોજિત કરવામાં આવ્યું.