Loading Please Wait !!!
જામનગરના બિલ્ડર મેરામણ પરમારનું મોત કુદરતી નહીં આપઘાત કર્યાનો ધડાકો

11 વ્યાજખોર સામે 153 કરોડની મિલકત પચાવી પાડ્યાની ગાંધીનગરમાં ફરિયાદ
  • 2016માં મેરામણ પરમારે સૌથી પહેલી 6.5 કરોડની રોલ્સ રોયલ કાર ખરીદી હતી
  • 10 જાન્યુઆરી 2025ના દિવસે તબિયત બગડવાથી મોત થયાનું સામે આવ્યું
  • પતિને બે સ્યુસાઈડ નોટ મળતા વ્યાજખોરોના ત્રાસથી દવા પીધી હોવાનું ખૂલ્યું
સિટી ન્યૂઝ@જામનગર

જામનગર-અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે.

મૃતક પાસેથી જામનગરના પ્રખ્યાત વાઢેર પરિવાર અને ડોમડીયા પરિવારે ૧૫૩ કરોડથી વધુની ૨૮ પ્રોપર્ટી પચાવી પાડી છે. બિલ્ડરના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)એ અડાજલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ૧૧ આરોપીઓ સામે ગુનાહિત षડયંત્ર રચવા તથા આખાધાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, મેરામણ પરમારે ૨૦૧૬માં સૌરાષ્ટ્રની પહેલી ૬.૫ કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી. અગાઉ ૨૦૨૦માં પણ મેરામણ પરમારે ગોડી રાતે ગાંડા મારવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગરના મૂળ વતની બિલ્ડર મેરામણભાઈ પરમાર ડ્રાઈવર સાથે ગત તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે અડાજલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અડાજલ ગામની સીમમાં ગાડી ઊભી રાખી ફ્રાઈપરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી અને તબિયત લથડી હતી. જેના પગલે તેઓને તાત્કાલિક ગોતા-વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાતે તેમનું મોત થયું હતું. એ વખતે પ્રથમ દૃષ્ટિએ કુદરતી કે શંકાસ્પદ મૃત્યુ જણાતા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવ્યા વગર અંતિમ ક્રિયા કરી દીધી હતી.

જોકે મેરામણભાઈના અવસાનના આશરે ૧૦ દિવસ બાદ તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેમના પત્ની કિર્તાબિને ઘરમાંથી એક બંધ કવર મળી આવ્યું હતું, જેના પર મૃતકના હસ્તાક્ષરમાં આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો તેમ લખી તા. ૭ જાન્યુઆરી ૨૦૨૫ની તારીખ અને સહી કરી હતી.

પરિવારે આ કવર ખોલતા તેમાંથી મેરામણભાઈ પરમારના સ્વ-હસ્તાક્ષરમાં લગાવેલી બે અલગ-અલગ સુસાઈડ નોટો મળી આવી હતી.

પ્રથમ ચાર પાનાની સુસાઈડ નોટ (૨૯ ડિસેમ્બર ૨૦૨૪)માં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે, જામનગરના વ્યાજખોરો ભીખુભા હર્ષિસિંહ વાઢેર અને તેના પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહે મુદલ અને વ્યાજની તમામ રકમ ૩% લેખે ચૂકવી આપી હોવા છતાં સેફ્ટી માટે પોતાના નામે કરાવેલી મિલકતો પરત આપતા નથી અને ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલી અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. આ જ રીતે બીજી સુસાઈડ નોટ (૨ જાન્યુઆરી, ૨૦૨૫)માં પ્રવિણા લક્ષ્મણભાઈ ડોમડીયા અને તેના પરિવારે દીચકાની નંદ વિદ્યા નિબકેતન સ્કૂલની ૫૦% મિલકતોનો દસ્તાવેજ સેફ્ટી પેટે કરાવી લીધા બાદ રૂ. ૩.૫૦ કરોડની વધુ માગાણી કરી અસહ્ય માનસિક ત્રાસ આપ્યાનો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ સુસાઈડ નોટ મળ્યા બાદ ફરિયાદી દેવ પરમાર અને તેના ભાગીદાર હરીશ ઓડેદરાએ બેંક સ્ટેટમેન્ટો અને સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો ચકાસતા વ્યાજખોરોના કાળા કારનામાનો પર્દાફાશ થયો હતો. વ્યાજ પેટે લીધેલા નાણાંની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવારે જામનગર શહેર, નાયડીકી, લાપાબાવળ, મસીતીયા, દીયડા, નગરસીમ અને રાવલસર ગામની સીમમાં આવેલી આશરે ૨૮ જેટલી કિંમતી જમીનો તથા પ્લોટોના વેચાણ દસ્તાવેજો પોતાના તથા પોતાના પરિવારની મહિલાઓના નામે કરાવી લીધા હતા.ઉપરોક્ત દસ્તાવેજોમાં દર્શાવવામાં આવેલ અવેજ પેટેની વેચાણ કિંમતની રકમ માત્ર કાગળ પર દર્શાવવા પૂરતી જ એચડીએફસી બેંકના ચેકો ક્લેશ મેરામણભાઈ અથવા તેની પેઢી શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ લેન્ડ ડેવલપર્સ તથા પ્રમુખદેવ પેટ્રોલિયમના ખાતામાં જમા કરવામાં આવતી હતી.