Loading Please Wait !!!
‘કુદરતનો વોટર વૉર’ 500નાં મોત, 1500 ગુમ

  • નેપાળી સેનાએ એલર્ટ જાહેર કર્યું, ચીને પણ ચેતવણી આપી બેરીયર લેક તૂટવાનું જોખમ
  • તિબેટમાં તળાવ ફાટતા નેપાળમાં ગામડાં ખાલી કરાવાયા
  • સેનાએ લોકોને સુરક્ષિત જગ્યાએ જવા કહ્યું
સિટી ન્યૂઝ@કાઠમંડુ

નેપાળ-તિબેટ સરહદ નજીક બનેલું વધુ એક તળાવ ફાટી ગયું છે. આ તળાવ ચોથેન નદી અને પુરેપુ ત્સંગપો નદીના સંગમ નજીક બન્યું હતું. ચીને આ તળાવ કાટવાની આશંકા એક દિવસ પહેલાં જ વ્યક્ત કરી હતી. તળાવ ફાટ્યા બાદ પાણીનું સ્તર વધવા લાગ્યું છે. જોખમને કારણે રસુવા જિલ્લામાં રેસ્ક્યૂ ઓપરેશન ૬૦ મિનિટ માટે રોકીદેવામાં આવ્યું છે. નદીના માર્ગમાં આવતા ગામડા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકો અને સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન ચીને પણ તિબેટમાં રાહત અને

બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-૪ એલર્ટ જાહેર કર્યું છે. ફરીથી પૂર આવવાના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં ૫૫૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં લગભગ ૨૯૦ ભારતીયો પણ સામેલ છે. નેપાળમાં ૪૬૯ લોકોની મોતની પુષ્ટિ થઈ છે. ૯૭ લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં ૫૧૭ વિદેશી નાગરિકો, ૪૫ નેપાળી સેનાના જવાનો અને ૪૧ નેપાળ પોલીસકર્મીઓ સામેલ છે. તિબેટમાં ૩ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ૫૫૮ લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં ૨૩૦ વિદેશી નાગરિકો સામેલ છે.

UAEની નેપાળને 1 કરોડ ડોલરની મદદની જાહેરાત

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ભૌતેકોશી પૂરમાં પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે ૧ કરોડ ડૉલરની કટોકટી રાહત સહાય આપવાની જાહેરાત કરી છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનના નિર્દેશ પર આ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સ્વજનોની શોધમાં રોક્કળ કરતા પરિવારજનો