Loading Please Wait !!!
ઉર્વશી રૌતેલાએ તિરંગા ગાઉન પહેરતા વિવાદ

ઉર્વશીએ કહ્યું રાષ્ટ્રધ્વજની નકલ નહોતી પરંતુ તિરંગાથી પ્રેરીત કોચર ડિઝાઇન હતી

યુઝર્સે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન ગણાવ્યું

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૬’ના ગ્રાન્ડ ફિનાલેમાં પહેરેલા તિરંગા-પ્રેરિત ગાઉન પર ઉઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરી. ઉર્વશીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય ધ્વજની આબેહૂબ નકલ નહોતી, પરંતુ તિરંગાથી પ્રેરિત કોચર ડિઝાઇન હતી. હકીકતમાં, મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૬નો ગ્રાન્ડ ફિનાલે ૨૩ ઓગસ્ટે જયપુરના જી સ્ટુડિયોઝમાં યોજાયો હતો. પૂર્વ ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા’ ઉર્વશી રૌતેલા જજિંગ પેનલનો ભાગ હતી. તેની સાથે ભારતની પ્રથમ ‘મિસ યુનિવર્સ’ સુષ્મિતા સેન, ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા ૨૦૨૪’ રિયા સિંઘા, પર્યાવરણવિદ અને ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર અને પૂર્વ ‘મિસ ઇન્ડિયા યુનિવર્સ’ તથા ‘મિસ યુનિવર્સ’ રનર-અપ સેલિના જેટલી પણ પેનલમાં હતી. કાર્યક્રમ માટે ઉર્વશીએ તિરંગાથી પ્રેરિત ગાઉન પહેર્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ અંગે વાંધો ઉઠાવ્યો. એક યુઝરે લખ્યું કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજને કપડાં તરીકે પહેરવો અથવા ડ્રેસ મટિરિયલ પર સીધો પ્રિન્ટ કરવો ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા હેઠળ માન્ય નથી. અન્ય યુઝર્સે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી. ઉર્વશીએ કહ્યું કે, ‘હું મારા દેશને માત્ર મારી રાષ્ટ્રીયતા તરીકે જ નહીં, પરંતુ મારી ઓળખના એક ભાગ તરીકે મારી સાથે લઈને ચાલું છું.