Loading Please Wait !!!
સંતકબીર રોડ ઉપર ધંધાકીય હરીફાઈમાં ભાજપ-કોંગ્રેસના જૂના આગેવાનો વચ્ચે ફાઈટીંગ !

  • ધંધાકીય હરીફાઈનો ખાર રાખી પિતા-પુત્ર પર 9 શખ્સોનો હિંચકારો હુમલો
  • રાજકોટના સંતકબીર રોડના નાળા નજીક બનેલી ઘટના 9 સામે પોલીસ ફરિયાદ દાખલ
સિટી ન્યૂઝ@જામનગર
રાજકોટના સંત કબીર રોડના નાળા નજીક કનૈયા હોટેલ પાસે આવેલી દેવાંશી ડેરી અમૂલ પાર્લર પાસે બુધવારે રાત્રે ઊભેલા પિતા-પુત્ર પર ધંધાકીય હરીફાઈનો ખાર રાખી લાકડી અને લોખંડના પાઈપ સાથે તૂટી પડ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસે ૯ હુમલાખોર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચકો ગતિમાન કર્યા છે. શહેરના સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી મેઈન રોડ પર જય વડવાળા મકાનમાં રહેતા રાણાભાઈ હમીરભાઈ લોહ નામના પ્રૌઢ વેપારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કમલેશ બેચર કણોતરા, સંજય બેચર કણોતરા, માત્રા હમીર પરમાર, ગયુર કડવા,

ધીધક, અબુ લીંબા ધીધક, લીંબા મોતી ધીધક, રાહુલ રત્ના ખાંભલા, બામ્બવા અને મેહુલ રત્ના ખાંભલાના નામ આપ્યા છે. ફરિયાદી અને તેનો નાનો પુત્ર વિજય બુધવારે રાત્રે તેની દેવાંશી ડેરી અમૂલ પાર્લર નામની દુકાન બંધ કરીને ત્યાં ઊભા હતા ત્યારે ધંધાકીય ખાર રાખીને આરોપીઓએ ત્યાં લાકડી અને લોખંડના પાઈપ સાથે ધસી આવી ફરિયાદી તથા તેના પુત્ર પર હુમલો કરી શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા કરી નાસી ગયા હતા. આ હુમલા બાદ ફરિયાદીના મોટાપુત્ર ધર્મેશ આવી જતા તેઓએ તેના પિતા અને ભાઈને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ૯ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.