અનન્યા પાંડેનું બ્રેકઅપ
અમેરિકન મોડલ વોકર બ્લેન્કો સાથે બે વર્ષથી રિલેશનશીપમાં હતી
સિટી ન્યૂઝ@મુંબઈ
અનન્યા પાંડે અને ભૂતપૂર્વ અમેરિકન મોડલ વોકર બ્લેંકોની રિલેશનશિપનો બે વર્ષમાં અંત આવી ગયો હોવાના રિપોર્ટ છે. આ બગ્રેના સંબંધની ચર્ચા સૌથી પહેલાં ૨૦૨૪માં શરૂ થઈ હતી. આ સમયે મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાંસમાં અનન્યા અને વોકર બ્લેંકો વચ્ચે નિકટતા જોવા મળી હતી. આ પછી બંને વચ્ચે રોમેન્સ ચાલી રહ્યો હોવાના સમાચાર આવ્યા હતા.જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. ગબતી માહિતી પ્રમાણે આ રિલેશનશિપનો અંત કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે અનન્યાએ લીધો હતો. જોકે આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવાયો હતો અને બંને વચ્ચે કોઈ પ્રકારની કડવાશ નથી.