Loading Please Wait !!!
50ની ઉંમરે ચિત્રગદા સિંહનો જલવો

બોલિવૂડ અભિનેત્રી ચિત્રગદા સિંહ પોતાની સુંદરતા, અદાઓ અને શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી અભિનેત્રીએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. ચિત્રગદાએ હલવા લીલા રંગની પ્રી-ડ્રેપ સાડી પહેરી છે. તેની સાથે તેણે ચોકર બેકલેસ પહેરીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. આ એલિગન્ટ લુકમાં ચિત્રગદા બોલિવૂડની અન્ય અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે.મોડલિંગથી કેરિયરની શરૂઆત કરનાર ૫૦ વર્ષની ચિત્રગદા સિંહ ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ 'માતૃભૂમિ'માં જોવા મળશે. અગાઉ આ ફિલ્મનું નામ 'હોટલ ઓફ ગલવાન' હતું, પરંતુ કેટલાક વિવાદોને કારણે તેનું નામ બદલવામાં આવ્યું છે.અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની રહેતી આ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રગદા ઉપરાંત અંકુર ભાટિયા, અભિલાષ ચૌધરી, વિપિન ભારદ્વાજ અને જોંગ શો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજુ કોઈ સત્તાવાર અપડેટ સામે આવ્યું નથી.