દેશમાં 93 કરોડ યુવાનો, સંસદમાં માત્ર 6 Gen-Z
- યુવા ભારત, જૂની રાજનીતિ; 40 વર્ષ સુધીના સાંસદોની સંખ્યા પણ 40
- 6 જન-ઝેડ સાંસદોમાંથી 5નો સંબંધ રાજકીય પરિવારા સાથે છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
જંતર-મંતર પર તાજેતરમાં થયેલા જન-ઝેડના પ્રદર્શન બાદ રાજનીતિમાં તેમની ભાગીદારીને લઈને પણ ચિંતન શરૂ થયું છે. પોતાના અધિકારો પ્રત્યે વધુ સજાગ આ યુવા વર્ગના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરીએ તો સંસદ અને લોકસભામાં તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે. વર્તમાન લોકસભામાં ૪૦ વર્ષ સુધીની ઉંમરના ૪૦ સાંસદ છે. આમાંથી ૬ સાંસદ જન-ઝેડ છે. એટલે કે આશરે ૬૩.૩ કરોડ છે. ત્યાં જ યુવાનોના લોકસભા-વિધાનસભામાં પ્રતિનિધિત્વ પર નજર કરીએ તો અહીં પરિવારવાદ હાવી છે. ૬ જન-ઝેડ સાંસદોમાંથી ૫ નો સંબંધ રાજકીય પરિવાર સાથે છે. જ્યારે વિધાનસભામાં ૨૦ જન-ઝેડ ધારાસભ્યોમાંથી ૮ રાજકીય પરિવારમાંથી આવે છે. દેશના કુલ ૪,૧૩૧ ધારાસભ્યોમાંથી ૩૪૪ યુવા છે. આમાંથી ૧૨૧ એટલે કે ૩૫.૨% રાજકીય પરિવારોર્માંથી આવે છે. લોકસભામાં ૪૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ૪૦ સાંસદોમાં ૧૧ મહિલાઓ અને આઠ રાજકીય પરિવારોર્માંથી આવે છે. ૪૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના ધારાસભ્યો અને સંસદોમાં ૩૭.૮% એટલે કે ૩૮૪ માંથી ૧૪૫ સંસદ-ધારાસભ્ય રાજકીય પરિવારોર્માંથી છે.
ઓડિશામાં સૌથી વધુ વંશવાદી ધારાસભ્ય
| રાજ્ય | યુવા ધારાસભ્ય | વંશવાદ |
| ઓડિશા | ૧૬ | ૧૪ |
| મહારાષ્ટ્ર | ૧૬ | ૧૨ |
| ઉત્તર પ્રદેશ | ૩૨ | ૨૩ |
| કર્ણાટક | ૭ | ૬ |
| હરિયાણા | ૭ | ૬ |
મોટી પાર્ટીઓમાં કેટલા યુવા સાંસદ ?
| પક્ષ | કુલ લોકસભા સાંસદ | 40 થી ઓછી ઉંમરના | વંશવાદી |
| ભાજપી (BJP) | ૨૪૦ | ૬ | ૬ |
| કોંગ્રેસ | ૯૮ | ૭ | ૪ |
| સપા (SP) | ૩૭ | ૭ | ૬ |
| ટીડીપી (TDP) | ૧૬ | ૪ | ૪ |
યુવા રાજનીતિમાં પરિવારવાદ દેશના કુલ 4131 ધારાસભ્યોમાંથી 344 યુવા છે. તેમાંથી 121 એટલે કે 35.2% રાજકીય પરિવારોર્માંથી આવે છે