વિશ્વગુરુ-વિશ્વગુરુ કરવાનું બંધ કરો: અનુરાધા પૌડવાલે સરકાર પર કર્યા પ્રહાર
શુભાંકર મિશ્રા સાથેની વાતચીતમાં અનુરાધા પૌડવાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘થોડા વર્ષો પહેલા સુધી મારા મનમાં પણ હતું કે આપણે વિશ્વગુરુ બનીશું, પરંતુ અત્યારે હું જોઈ રહી છું કે વિશ્વગુરુની વાતને ઉલટાવી નાખે તેવી વસ્તુઓ વધુ થઈ રહી છે. બંધ કરો આ નોનસેન્સ. એવું કહેવાય છે કે આપણે ઘણો આગળ થઈ ગયા, પણ ૬૩,૦૦૦ શાળાઓ તો બંધ થઈ ગઈ છે. ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવના સરકારના દાવા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, ‘વિશ્વગુરુનું પ્લેટફોર્મ છે, તે શું છે? રામ મંદિર પર પણ ચોરી થઈ ગઈ. એ વાતોની લિસ્ટ (યાદી) મોકલો, જેથી આપણે તેના પર ચાલી શકીએ.’
અનુરાધા પૌડવાલે પોતાની પર્સનલ લાઈફ પર વાત કરતા ઘણું બધું જણાવ્યું, તેમણે પહેલીવાર ખુલાસો કર્યો કે માત્ર તેમનો પુત્ર જ નથી ગયો, પરંતુ એક પુત્રીનું પણ અવસાન થઈ ચૂક્યું છે. ગાયિકાએ જણાવ્યું કે તેમની ૨૫ દિવસની સૌથી મોટી પુત્રીનું અવસાન થયું હતું, જેના પછી તેઓ સાવ ભાંગી પડ્યા હતા. અનુરાધા પૌડવાલનો જન્મ ૨૭ ઓક્ટોબર ૧૯૫૪ રોજ થયો હતો, તેમણે હિન્દી સાથે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેઓ હિન્દી અને ઓડિશા સિનેમામાં કામ કરે છે. તેમને અત્યાર સુધીમાં મહાન અને લોકપ્રિય ભજન ગાયિકાઓમાં એક અને બોલિવૂડના સૌથી સફળ સિંગર્સમાં એક માનવામાં આવે છે. તેમને અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો મળ્યા છે, જેમાં એક નેશનલ ફિલ્મ એવોર્ડ, ચાર ફિલ્મફેર એવોર્ડ, ૬ મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ અને બે ઓડિશા સ્ટેટ ફિલ્મ એવોર્ડ સામેલ છે. કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ થી સન્માનિત કર્યા છે. ભારતીય ભક્તિ સંગીત અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાનને કારણે તેમને ‘ભજન ક્વીન’, ‘મેલોડી ક્વીન’ અને ‘ભક્તિનો અમર અવાજ’ જેવા સન્માનજનક બિરુદો મળ્યા છે.