અનન્યા પાંડેનો લાલ ડ્રેસ 2 લાખનો
અનન્યા પાંડે ફરી એક વાર પોતાની ફેશન-સેન્સને કારણો ચર્ચામાં છે. હાલમાં અનન્યાએ લંડનમાં યોજાયેલી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ સેમી-ફાઈનલ દરમિયાન પોતાના સ્ટાઈલિશ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે વિમ્બલ્ડનમાં દર્શકો સફેદ રંગના ડ્રેસમાં જોવા મળે છે, પણ અનન્યાએ આ પરંપરાથી અલગ અમેરિકન ડિઝાઈનર બ્રાન્ડ રાલ્ફ લોરેનનો લાલ રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો. અનન્યાના આ ડ્રેસની કિંમત અંદાજે ૨,૧૫,૧૦૦ રૂપિયા છે. આ આઉટફિટ સાથે મિનિમલ લુક તેમ જ નેચરલ મેકઅપ પસંદ કર્યો હતો.