Loading Please Wait !!!
શહનાઝ ગિલ રાઘવ જુયાલના પ્રેમમાં !

બર્થ-ડે પાર્ટીમાં રિલેશનશિપ થઈ કન્ફર્મ

એક્ટર અને ડાન્સર રાઘવ જુયાલના જન્મદિવસની પાર્ટી બાદ શહનાઝ ગિલ સાથેનો તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ દરમિયાન રાઘવની આગામી ફિલ્મ ‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. રાઘવ અને શહનાઝની કેમેસ્ટ્રી જોઈને ચાહકો વળગાટી હતી. બર્થ-ડે પાર્ટી અને ટ્રેલર-લોન્ચની ઈવેન્ટ પછીના ચર્ચામાં આવેલા વિડિયોમાં રાઘવ પાર્ટી પછી શહનાઝનો હાથ પકડીને તેને કાર સુધી લઈ જતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડિયો બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ પોતાના સંબંધને કન્ફર્મ કરી દીધો છે, પણ રાઘવ કે શહનાઝે પોતાના સંબંધ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.