કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાનું નિવેદન : શિક્ષકો આળસુ તેઓ મોબાઈલમાં જ રચ્યા પચ્ચા રહે છે
- સમજણનો અભાવ ? મંત્રીના બોલથી વિવાદ !
- મંત્રીના નિવેદનથી શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો
- રમેશ કટારાએ કહ્યું હું મારા શબ્દો પાછા ખેંચું છું
સીટી ન્યૂઝ@ગાંધીનગર
મંત્રી રમેશભાઈ કટારાના શિક્ષકો વિશેના નિવેદન સામે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે. મંડળે મંત્રીઓ અને ધારાસભ્યોને મળતી મોંઘી સવલતો સામે સવાલો ઉઠાવી આકરી પ્રતિક્રિયા આપી છે. શિક્ષકોનો તર્ક છે કે જનપ્રતિનિધિઓના પગાર વધારા સામે ક્યારેય વિરોધ કરાયો નથી, તો પછી શિક્ષકોના પગાર વિશે આવું નિવેદન કેમ? મંડળે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરી છે.
કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરા ખાતે એક જાહેર કાર્યક્રમમાં શિક્ષકોના પગાર અને કામગીરીને લઈને કરવામાં આવેલી ટિપ્પણીથી રાજ્યના ત્રણ લાખ જેટલા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. મંત્રીએ નિવેદન કર્યું હતું કે, "શિક્ષકોના પગાર વધ્યા હોવા છતાં તેમની પગારની ભૂખ સંતોષાતી નથી." આ નિવેદનને શિક્ષક સંગઠનોએ સમગ્ર શિક્ષણ જગતનું અપમાન ગણાવ્યું છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે મંત્રીના આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે, શિક્ષકોને મળતો પગાર કે પગાર પંચ એ કોઈ દાન નથી, પરંતુ તેમના કામનો હક છે. સંઘે સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી શિક્ષકો પર અનેક પ્રકારની ઓનલાઇન કામગીરીનો ભાર લાદવામાં આવ્યો છે. જેમાં BLO, SSID, વસ્તી ગણતરી અને વિદ્યાર્થીઓના માર્કસથી લઈને રિઝલ્ટ સુધીની તમામ કામગીરી ઓનલાઇન કરવાની હોય છે. મજબૂરીવશ શિક્ષકોએ સરકારની સૂચના મુજબ પોતાના પર્સનલ મોબાઈલનો ઉપયોગ સરકારી કામ માટે કરવો પડે છે.
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે રાજ્યમંત્રી પાસે मागणी કરી છે કે, તેઓ તાત્કાલિક પોતાનું આ નિવેદન પરત ખેંચે. શિક્ષકો સમાજ ઘડતરનું કામ કરી રહ્યા છે, ત્યારે તેમના સન્માનની રક્ષા થવી જોઈએ તેવું સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે.
- અંતે મંત્રીને થૂંકેલું ચટવું પડ્યું; હું શિક્ષક મિત્રોની માફી માંગું છું
- વિવાદ બાદ મંત્રીએ શિક્ષકો સામે માથું ઝૂકાવ્યું
ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની કાર્યશૈલી અંગે એક વિવાદિત નિવેદન આપતા રાજ્યભરના શિક્ષક સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ નિવેદન કટારાનું નિવેદન સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. આ નિવેદન સામે શિક્ષકો વિરોધ કરવા લાગ્યા હતા.
શિક્ષકો મુદ્દે કરાયેલા આ નિવેદનને લઈને શિક્ષકોની લાગણી દુભાઈ હતી અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મંત્રી રમેશ કટારા માફી માંગે એવી માંગ કરાઈ હતી. જોકે, હવે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોની માફી માંગી છે.
શિક્ષકોની માફી માંગતા કૃષિ મંત્રી રમેશ કટારાએ કહ્યું કે, ‘નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું, ત્યારે મારા વક્તવ્યમાં મારાથી કંઈ બોલાઈ ગયું હોય, તો હું શિક્ષક મિત્રોની માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછા ખેંચું છું.
તાજેતરમાં ગોધરા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકોને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં વાયરલ થતાં જ વિવાદ શરૂ થયો હતો. મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર નિશાન સાધતા કહ્યું હતું કે, "અત્યારે ૧૦-૧૦ પગારપંચ અને નાનાપંચ મળી ગયા છે, છતાં પણ કેટલાક લોકોની ભૂખ નથી ભાગતી. તમારા વડીલોને પૂછો, તેઓ ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયામાં નોકરી કરતા હતા. આજે વધુ પગાર મળવા છતાંય શિક્ષકો સરકાર સામે વિરોધ કરતા હોય છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે, ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે મોબાઇલમાં જ વ્યસ્ત જોવા મળે છે.
મહાસંઘે મુખ્યમંત્રી સમક્ષ કડક માંગ કરી હતી કે મંત્રી રમેશ કટારા જાહેરમાં શિક્ષક સમાજ અને કર્મચારી વર્ગની માફી માંગે. સંઘે ચેતવણી આપી હતી કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક કોઈ હકારાત્મક પગલાં નહીં લે, તો શિક્ષકો અને કર્મચારીઓ મજબૂર બનીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી મંત્રી અને સરકારની રહેશે.