નાગપૂરની ઘટના : એરફોર્સ ઓફિસરની પત્ની પર બળાત્કાર
=> બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ
સિટી ન્યૂઝ@નાગપૂર
નાગપૂરમાં ભારતીય વાયુસેના (IAF) અધિકારીની ૨૪ વર્ષીય પત્ની પર બળાત્કાર, બ્લેકમેઈલિંગ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. મુખ્ય આરોપી, અય્યાઝ તાજ મદારે તેનો પૂર્વ સ્કૂલ ક્લાસમેટ છે.
પીડિતાના જણાવ્યા મુજબ, અય્યાઝ તેના પર ધાર્મિક મંત્રો બોલતા વિડિયો કરતો હતો અને ત્યારબાદ તેના પર બળાત્કાર કરતો હતો. ધર્મ પરિવર્તન સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અય્યાઝ તેનો હાથ પકડીને ધાર્મિક મંત્રો બોલતો જોવા મળે છે.
વીડિયોમાં, મહિલા રડતા રડતા કહે છે, "મારો હાથ છોડી દે... મને જવા દે." તે રડી રહી છે અને વિરોધ કરતી જોવા મળે છે, વારંવાર કહે છે, "મને છોડી દે," જ્યારે આરોપી તેના બંને હાથને પકડી રાખે છે. પોલીસે અય્યાઝ મદારે અને તેના એક સાથી અમીન શેખની ધરપકડ કરી છે. અય્યાઝ મહિલાનો ભૂતપૂર્વ ક્લાસમેટ રહ્યો છે. પોલીસ હવે મહિલાનું ધર્મપરિવર્તન કરાવનાર મૌલાનાની શોધ કરી રહી છે. મૌલાનાને શોધવા માટે એક ટીમને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી છે.
૨૪ વર્ષની પીડિત મહિલાના પતિ ભારતીય વાયુસેનામાં અધિકારી છે અને બીજા શહેરમાં તહેનાત છે. મહિલા પ્રોપર્ટી ખરીદવા-વેચવાનું કામ કરે છે. ફરિયાદ મુજબ ફેબ્રુઆરી ૨૦૨૫માં તેના ક્લાસમેટ અય્યાઝે પ્લોટ ખરીદવાના બહાને તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પ્રોપર્ટી ડીલના બહાને તેને હોટલ બોલાવી. ત્યાં નશીલો પદાર્થ પીવડાવીને બળાત્કાર કર્યો અને અશ્લીલ ફોટો-વીડિયો બનાવી લીધા. બાદમાં આ જ વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી અને લગભગ ૪ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા.
વાયરલ વીડિયોમાં આરોપી અય્યાઝ તાજ મદારે મહિલાનો હાથ પકડીને બળજબરીથી કલમા પઢવા માટે મજ્બૂર કરતો દેખાય છે. વીડિયોમાં, મહિલા રડતી અને પોતાને છોડાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ વીડિયો હવે આ કેસમાં મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવો બની ગયો છે. પોલીસે મહિલાનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં, આરોપીએ તેને મિલકતના ડીલના બહાને નાગપુરની એક હોટલમાં બોલાવી હતી. ત્યાં તેને નશાયુક્ત પીણું પીવડાવ્યું હતું. એવો આરોપ છે કે બેભાન હાલતમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ધાર્મિક વિધિ કરી, બળજબરીથી 'કુબુલ હૈ' બોલાવડાવ્યું મહિલાનો દાવો છે કે ૩૧ મેના રોજ, અય્યાઝ તેને બળજબરીથી નાગપુર નજીક કલમેશ્વર લઈ ગયો હતો. ત્યાં તેનો પરિચય અમીન શેખ અને હઝરત મૌલાના સાથે થયો હતો. મૌલાના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના તામિયા ગામના રહેવાસી છે. ફરિયાદ મુજબ, ત્રણેય તેને સુમસામ જગ્યાએ લઈ ગયા. ત્યાં, મૌલાનાએ પીડિતાને ધાર્મિક વિધિઓ કરાવી અને બળજબરીથી 'કુબુલ હૈ' બોલાવડાવ્યું હતું. ત્યારબાદ, તેને કહેવામાં આવ્યું કે ધર્મ પરિવર્તન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેના હવે અય્યાઝ મદારે સાથે નિકાહ થઈ ગયા છે.