સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દેવપરામાં શ્રદ્ધાંજલિ સભા
=> દેશભક્તિ અને ભક્તિગીતો થકી ભાવભીની સ્વરાંજલિ અપાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટનાં પનોતા પુત્ર અને રાજકોટવાસીઓ ના હૈયે હરહંમેશ વસેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગઈ તા.૧૩ નાં વોર્ડ નં.૧૬ માં દેવપરા કોઠારીયા મેઈનરોડ શહેર ભાજપનાં પીઢ આગેવાન રમેશભાઈ ઉંધાડ (ભાઈજી) દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ભક્તિ અને દેશભક્તિનાં ગીતો દ્વારા રૂપાણી સાહેબને સ્વરાંજલી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ઋષભભાઈ રૂપાણી સહિત સમસ્ત રૂપાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તદુપરાંત ડો. વલ્લભભાઈ કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી, બીનાબેન આચાર્ય, વલ્લભભાઈ દુધાત્રા, રાજદીપસિંહ જાડેજા, નિલેશભાઈ પરમાર, પરેશભાઈ પોપટ, લાલભાઈ કુંબલ ઉપરાંત અલગ અલગ વોર્ડનાં કોર્પોરેટરો અને ભાજપનાં પદાધિકારીઓ સહિતનાં અનેક મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.વિજયભાઈને પુષ્પાંજલી અર્પણ કરી હતી.