Loading Please Wait !!!
કંગનાએ લગ્ન કરી લીધા?

=> ગળામાં મંગલસૂત્ર, માથે બિંદી અને હાથમાં બંગડીઓ

=> ફિલ્મના શુટીંગનો ફોટો વાયરલ

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત તાજેતરમાં સંપૂર્ણપણે અલગ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રી એક પરિણીત મહિલાના લુકમાં દેખાતા લોકો ચોંકી ઉઠ્યા છે, અને તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ચાહકો તેનો આ અવતારમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, અને તેને સવાલ કરી રહ્યા છે કે: "શું કંગનાએ લગ્ન કર્યા છે?, "આ ક્યારે થયું? તે કેવી રીતે થયું? અને કોઈને કેમ ખબર ન પડી?" તેઓએ પ્રશ્ન કર્યો કે કંગનાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે કે શું.. હવે, જો તમે પણ એવું જ વિચારી રહ્યા છો તો એક ક્ષણ રાહ જુઓ. કારણ કે કંગનાએ લગ્ન નથી કર્યા.

ચાલો તમને આ વાયરલ વિડીયો પાછળનું સત્ય જણાવીએ. હકીકતમાં, કંગનાનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણી તેના ગળામાં મંગળસૂત્ર, તેના હાથમાં લીલા બંગડીઓ અને તેના કપાળ પર બિંદી જોવા મળી હતી. અભિનેત્રીએ એક બેબી પીંક સૂટ પહેર્યો હતો, અને તેના વાળ ફક્ત બ્રેઇડેડ પોનીટેલમાં સ્ટાઇલ કરેલા હતા. સાથે, કાળા ચશ્મા પહેર્યા હતા. જ્યારે કંગનાનો દેખાવ પરિણીત સ્ત્રી જેવો હતો, પરંતુ હકીકતમાં તેણીએ ગુપ્ત લગ્ન કર્યા નથી. આ દેખાવ તેની આગામી ફિલ્મ, તનુ વેડ્સ મનુ 3ના અથવા તો ક્વીન 2ના ચાલી રહેલા શૂટિંગનો હોવાનું કહેવાય છે.