`કાન ફેસ્ટિવલ'માંમોરબીની સોનાલી દોશી ચમકી
'હું મારી જાતને કાનસેન કહું છું, કારણ કે મને જે કંઈ પણ સંગીતમાં આવડે છે, તે સાંભળીને જ આત્મસાત કર્યું છે.' આ શબ્દો ગુજરાતના મોરબીના વતની અને અમેરિકામાં ભારતીય સંગીતને અલગ ઓળખ અપાવી રહેલાં મ્યુઝિક સ્ટોરીટેલર અને પોડકાસ્ટર સોનાલી દોશીના છે, જેઓ આ વર્ષે પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સોનાલી સેક્સવર્કર પર બનેલી ફિલ્મ 'બોમ્બે સ્ટોરીઝ'ના કૉ-પ્રોડ્યુસર છે, જેમાં મૌની રોય અને અનુપ્રિયા ગોયંકા મુખ્ય ભૂમિકામાં છે. અમેરિકાના બોસ્ટનમાં છેલ્લાં 20 વર્ષથી સ્થાયી થયેલાં સોનાલી દોશીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વિશે ગર્વ વ્યક્ત કર્યો.